Vadodara : આજે વડોદરાને મળશે નવા મહિલા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની થશે નિમણુંક, જુઓ Video
વડોદરામાં 9 સપ્ટેમ્બરે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ટર્મ પૂરી થઈ છે. જેને પગલે વડોદરા કોર્પોરેશનના નવા સત્તાધીશો કોણ, તેને લઇને ચર્ચાઓ તેજ બની છે. સૂત્રોની માનીએ તો, મેયર પદની રેસમાં નંદા જોષી, સ્નેહલ પટેલ, હેમિષા ઠક્કર, તેજલ વ્યાસ, પૂનમ શાહ, જ્યોતિ પટેલ અને વર્ષા વ્યાસનું નામ ચર્ચામાં છે. જ્યારે ડેપ્યુટી મેયર માટે ચિરાગ બારોટ, ઘનશ્યામ પટેલ, મનીષ પગાર, શૈલેષ પાટીલ અને નીતિન ડોંગાનું નામ ચર્ચામાં છે.
Vadodara : આજે વડોદરા શહેરને નવા મેયર મળશે. વડોદરામાં 9 સપ્ટેમ્બરે મેયર, ડેપ્યુટી મેયર (Mayor) અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ટર્મ પૂરી થઈ છે. જેને પગલે વડોદરા કોર્પોરેશનના નવા સત્તાધીશો કોણ, તેને લઇને ચર્ચાઓ તેજ બની છે. સૂત્રોની માનીએ તો, મેયર પદની રેસમાં નંદા જોષી, સ્નેહલ પટેલ, હેમિષા ઠક્કર, તેજલ વ્યાસ, પૂનમ શાહ, જ્યોતિ પટેલ અને વર્ષા વ્યાસનું નામ ચર્ચામાં છે.
આ પણ વાંચો : Vadodara : ડભોઈના ફિઝિયોથેરાપીસ્ટ સામે પરણિતાએ દુષ્કર્મની નોંધાવી ફરિયાદ, તબીબની ધરપકડ, જુઓ Video
જ્યારે ડેપ્યુટી મેયર માટે ચિરાગ બારોટ, ઘનશ્યામ પટેલ, મનીષ પગાર, શૈલેષ પાટીલ અને નીતિન ડોંગાનું નામ ચર્ચામાં છે. આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે ડૉ.શીતલ મિસ્ત્રી, અજિત દઢીચ દોંગા, બંદીશ શાહ અને મનોજ પટેલનું નામ ચર્ચામાં છે. નવા મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની નિમણુંક થશે.
તો બીજી તરફ આજે અમદાવાદને પણ નવા મેયર મળશે. અમદાવાદના મેયર કિરીટ પરમારની ટર્મ પૂરી થઈ છે. જેથી હવે ભાજપે નવા મેયરની વરણી કરવામાં આવશે. અમદાવાદના મેયર કોણ, આ સવાલ રાજકીય મોરચે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. મેયર સહિતના વિવિધ હોદ્દેદારોની પસંદગી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ત્યારે અમદાવાદના મેયર પદની રેસમાં શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈન અને અસારવા વોર્ડના અનુ પટેલ નામ છે. તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જતીન પટેલ અને દેવાંગ દાણીના નામની ચર્ચા ચાલી રહી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અરવિંદ પરમાર અને ચંદ્રકાંત ચૌહાણનું નામ રેસમાં છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો