Vadodara: સતત બીજા દિવસે અનેક વિસ્તારોમાં વરસાદ, ખેડૂતોના પાકને જીવતદાન મળશે તેવી આશા- Video
Vadodara: વડોદરામાં સતત બીજા દિવસે અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોને પાકને જીવતદાન મળશે તેવી આશા બંધાઈ છે. વરસાદી ઝાપટાથી ભારે ઉકળાટ અને ગરમીમાંથી પણ આંશિક રાહત મળી છે.
Vadodara: વડોદરામાં શહેરના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે બપોર બાદ વરસાદી માહોલ છવાયો. શહેરના ગોત્રી, સયાજીગંજ, જેતલપુર, ફતેગંજ, રાવપુરા અને ગોરવા સહિતના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતા..તો બીજી તરફ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. જ્યારે ખેડૂતોમાં પણ આનંદ છવાયો છે. વાઘોડિયા વિસ્તારમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે. ખેડૂતોને પાકને નવુ જીવતદાન મળવાની આશા બંધાઈ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહેશે. ત્યારે વડોદરામાં ગઈકાલે પણ ડભોઈ અને આસપાસના પંથકમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. ડભોઈના જનતાનગર, નવીનગરી, મહેતાપાર્ક, નવાપુરામાં વરસાદ પડ્યો હતો. ચનવાડા, વઢવાણા, કુકડ, સિંધિયાપુરા, કુંઢેલામાં વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
આ વણ વાંચો: Ahmedabad Rain: લાંબા વિરામ બાદ અમદાવાદમાં મેઘરાજાનું આગમન, દાણીલીમડા વિસ્તારમાં ધોધમાર વરસાદ, જુઓ Video
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો