Vadodara : ડભોઈના ફિઝિયોથેરાપીસ્ટ સામે પરણિતાએ દુષ્કર્મની નોંધાવી ફરિયાદ, તબીબની ધરપકડ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2023 | 1:40 PM

વડોદરાના ડભોઈ નજીકના એક ગામમાં રહેતી પરણિતાએ ફિઝિયોથેરાપીસ્ટ તબીબ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યુ છે. બે સંતાનોની માતાની ફરિયાદના આધારે પોલીસે તબીબ શિવાંગ મોદીની ધરપકડ કરી છે. પીડિતાના પતિને લકવા બાદ ફિઝિયોથેરાપી સારવારની જરૂર હતી. જેથી તબીબ દોઢ વર્ષથી મહિલાના ઘરે જતો-આવતો હતો.

Vadodara : વડોદરાના ડભોઈ નજીકના એક ગામમાં રહેતી પરણિતાએ ફિઝિયોથેરાપીસ્ટ તબીબ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યુ છે. બે સંતાનોની માતાની ફરિયાદના આધારે પોલીસે તબીબ શિવાંગ મોદીની ધરપકડ કરી છે. પીડિતાના પતિને લકવા બાદ ફિઝિયોથેરાપી સારવારની જરૂર હતી. જેથી તબીબ દોઢ વર્ષથી મહિલાના ઘરે જતો-આવતો હતો.

તબીબે મહિલાને વિશ્વાસમાં લઈ લગ્ન અને સંતાનોની દેખરેખનું વચન આપ્યું હતુ. અને દોઢ વર્ષમાં વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. દુષ્કર્મના આરોપસર પોલીસે તબીબ શિવાંગ મોદીને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Vadodara Video : કોમી વૈમનસ્ય ફેલાવવાના કેસમાં યુવક-યુવતીનો વીડિયો વાયરલ કરનારની ધરપકડ, અત્યાર સુધીમાં કુલ 8 ઝડપાયા

તો આ અગાઉ મહેસાણામાં પણ આવી જ એક ઘટના બની હતી. મહેસાણાના કડીમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યા બાદ બર્બરતા આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. યુવતી સાથે મૈત્રી કરાર કરી દુષ્કર્મ આચરનાર યુવક આર્યન ચાવડા ઘટનાના 24 કલાકમાં જ ઝડપાયો હતો. પોલીસે કડીના કરણનગર વિસ્તારમાંથી આર્યન ચાવડાની ધરપકડ કરી હતી. 8 મહિના પહેલા આરોપી આર્યન અને વિરમગામની યુવતીએ બંનેના પરિવારજનોની સમજૂતિથી મૈત્રી કરાર કર્યો હતો.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">