ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે બંધ બારણે યોજી બેઠક, રુપાલા સામેનો વિવાદ ઠારવાનો પ્રયાસ

લોકસભાની ચૂંટણી પ્રસંગે, ભાજપ દ્વારા યોજાતા જાહેર કાર્યક્રમોમાં પક્ષના ક્ષત્રિય અગ્રણીઓ મંચ પર સ્થાન ના લેતા હોવાથી ભારતીય જનતા પાર્ટીમાં ચિંતા પ્રસરી છે. રાજકીય નુકસાન થતુ અટકાવવા માટે ભાજપે છેલ્લા બે દિવસથી કવાયત હાથ ધરી છે.  બનાસકાંઠાના ડીસાની એક હોટલમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય આગેવાનોને બોલાવાયા હતા.

Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 23, 2024 | 5:56 PM

લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા વિરુદ્ધ ક્ષત્રિયોમાં ફેલાયેલા આક્રોશને ઠારવા અને લોકસભા ચૂંટણી ટાણે ભાજપને વધુ રાજકીય નુકસાન થતુ અટકાવવા માટે ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ છેલ્લા બે દિવસથી પ્રયાસો હાથ ધર્યા છે. સૌરાષ્ટ્રમાં બેઠક યોજયા બાદ, હવે હર્ષ સંઘવીએ આજે બનાસકાંઠાના ડીસાની હોટલમાં ક્ષત્રિય આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજી હતી.

લોકસભાની ચૂંટણી પ્રસંગે, ભાજપ દ્વારા યોજાતા જાહેર કાર્યક્રમોમાં પક્ષના ક્ષત્રિય અગ્રણીઓ મંચ પર સ્થાન ના લેતા હોવાથી ભારતીય જનતા પાર્ટીમાં ચિંતા પ્રસરી છે. રાજકીય નુકસાન થતુ અટકાવવા માટે ભાજપે છેલ્લા બે દિવસથી કવાયત હાથ ધરી છે.  બનાસકાંઠાના ડીસાની એક હોટલમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય આગેવાનોને બોલાવાયા હતા.

બંધ બારણે બોલાવેલી બેઠકમાં, પાટણના સંસદ સહિત બંને જિલ્લાના આગેવાનો હાજર રહ્યાં હતા. પરશોત્તમ રૂપાલાની ટિકિટ ન કાપતા ક્ષત્રિયોમાં વધતી જતી નારાજગીને ડામવાનો પ્રયાસ કરાયો હતો. ભાજપ દ્વારા રુપાલા વિવાદમાં ડેમેજ કંટ્રોલ કરવામાં આવતો નથી તેવી લાગણી કાર્યકરોમાં ફેલાતા હવે પક્ષના પ્રદેશ મહામંત્રી અને ગૃહપ્રધાને સમગ્ર દોર સંભાળી લીધો હોય તેમ માનવામાં આવી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગત શનિવારે ટીવી9 ગુજરાતીના ફાઈવ એડિટર્સ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા પરશોત્તમ રુપાલાને એવુ પણ પુછવામાં આવ્યું હતું કે, રુપાલા-ક્ષત્રિય વિવાદ ઉકેલવામાં ભાજપ દ્વારા પુરતા પ્રયાસ થયા નહોતા.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video

કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ

અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ

ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી

આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO

રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત

શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ

વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત

રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર

ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો

g clip-path="url(#clip0_868_265)">