વડોદરા : મહાઠગબાજ વિરાજ પટેલ પોલીસ જાપ્તામાંથી ફરાર થતા પોલીસ દોડતી થઈ, જુઓ વીડિયો
રિમાન્ડ પૂર્ણ થતાં વિરાજ પટેલને વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલાયો હતો. જ્યાં મુદત હોવાથી વિરાજ સહિત અન્ય 25 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. ચુસ્ત પોલીસ જાપ્તા હેઠળ કોર્ટમાં રજૂ કરાયા બાદ, અન્ય તમામ 24 આરોપીઓ પરત લવાયા.જોકે વિરાજ પટેલ ગાયબ હતો.
વડોદરામાં CMOના નામે રોફ જમાવતો ઠગબાજ વિરાજ પટેલ પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયો છે.સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે આરોપી ફરાર થઇ ગયા પછી પણ જવાબદાર પોલીસકર્મીઓને તેની ગંધ પણ ન આવી. મુદત હોવાથી વિરાજ પટેલને 25 આરોપી સાથે વડોદરાની કોર્ટમાં રજૂ કરાયો હતો. મુદત બાદ તમામ આરોપીઓ પરત આવ્યા હતા, પરંતુ વિરાજ ન દેખાતા પોલીસ દોડતી થઇ ગઇ છે.
30 એપ્રિલના રોજ વડોદરાની ગોત્રી પોલીસે વિરાજ પટેલની દુષ્કર્મ અને ઠગાઇના કેસમાં ધરપકડ કરી હતી, રિમાન્ડ પૂર્ણ થતાં વિરાજ પટેલને વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલાયો હતો. જ્યાં મુદત હોવાથી વિરાજ સહિત અન્ય 25 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. ચુસ્ત પોલીસ જાપ્તા હેઠળ કોર્ટમાં રજૂ કરાયા બાદ, અન્ય તમામ 24 આરોપીઓ પરત લવાયા.જોકે વિરાજ પટેલ ગાયબ હોવાથી તપાસ કરતા મામલો પ્રકાશમાં આવ્યો. એક રીઢો ગુનેગાર ગાયબ હોવાની જાણ થતાં જ પોલીસ બેડામાં દોડધામ મચી છે. દિવાળીના તહેવારમાં પોલીસ હાલ એક ફરાર આરોપીને શોધવા માટે દોડાદોડી કરી રહી છે.
આ પણ વાંચો- ભરૂચ વિડીયો : દેશની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ નીચો લાવવા એક્શન પ્લાન તૈયાર કરાયો
મહત્વનું છે કે છેતરપિંડી અને દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ વિરાજ પટેલને સેન્ટ્રલ જેલમાં રખાયો હતો. તેણ ગિફ્ટ સિટીના પ્રમુખની ઓળખ આપી મુંબઈની મોડલને ફસાવી દુષ્કર્મ ગુજાર્યુ હતુ. તેણે 2020માં રાજનેતાના ભાણાની ઓળખ આપી ઠગાઇનો પ્રયાસ કર્યો હતો. આગ્રાના ધારાસભ્ય યોગેન્દ્ર ઉપાધ્યાયને ઠગવાનો પ્રયાસ કર્યો હતો.
વર્ષ 2016માં ઉજ્જૈનના MLA મોહન યાદવ સાથે ઠગાઈ કરી હતી. તે MLA મોહન યાદવ સાથે ઠગાઈના કેસમાં જેલમાં પણ ગયો હતો. તો મુંબઇની યુવતીને ગિફ્ટ સિટી માટે મોડલિંગના નામે ફસાવી હોવાનો પણ એક ગુનો દાખલ થયેલો છે, વિરાજ પટેલ વિરૂદ્ધ અમદાવાદના કાગડાપીઠ, ગુજરાત યુનિવર્સિટી, ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો