ભરૂચ વિડીયો : દેશની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ નીચો લાવવા એક્શન પ્લાન તૈયાર કરાયો
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર દિલ્હીમાં હવાની ગુણવત્તા 'નબળી' શ્રેણીમાં છે. AQI આનંદ વિહારમાં 250 કરતા વધુ છે. પ્રદૂષણ સંબંધિત GRAP 4 નિયમોની વચ્ચે અધિકારીઓ દ્વારા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રવેશતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. તો ગુજરાતમાં પણ સ્થિતિ સારી નથી
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર દિલ્હીમાં હવાની ગુણવત્તા ‘નબળી’ શ્રેણીમાં છે. AQI આનંદ વિહારમાં 250 કરતા વધુ છે. પ્રદૂષણ સંબંધિત GRAP 4 નિયમોની વચ્ચે અધિકારીઓ દ્વારા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રવેશતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. તો ગુજરાતમાં પણ સ્થિતિ સારી નથી .
ગુજરાતમાં અમદાવાદ , અંકલેશ્વર , સુરત અને વાપી જેવા શહેરોમાં હવાની ગુણવત્તા ચિંતાજનક હોવાના આંકડા સામે આવે છે. અંકલેશ્વર દેશની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે. અહીં પણ AQI 200 કરતાં ઉપર રહેવાથી પર્યાવરણ માટે ચિંતા ઉભી થઇ રહી છે.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સાથે મળી એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ અંતર્ગત પ્રદુષણ ઉપર નિયંત્રણ મેળવવા સતત પ્રયાસ કરાઈ રહ્યા છે.
Latest Videos