Banaskantha : RTI એક્ટિવિસ્ટની હત્યાનો ભેદ ઉકેલાયો, બિલ્ડરે ₹20 લાખની આપી હતી સોપારી, જુઓ Video
બનાસકાંઠાના વાવ થરાદમાં RTI એક્ટિવિસ્ટની હત્યાનો ભેદ ઉકેલાયો છે. થરાદ પોલીસે આઠ ટીમોની મદદથી ભેદ ઉકેલ્યો છે. હત્યામાં બિલ્ડર લોબીની સંડોવણી સામે આવી છે. બિલ્ડરે 20 લાખની હત્યાની સોપારી આપી હતી.
બનાસકાંઠાના વાવ થરાદમાં RTI એક્ટિવિસ્ટની હત્યાનો ભેદ ઉકેલાયો છે. થરાદ પોલીસે આઠ ટીમોની મદદથી ભેદ ઉકેલ્યો છે. હત્યામાં બિલ્ડર લોબીની સંડોવણી સામે આવી છે. બિલ્ડરે 20 લાખની હત્યાની સોપારી આપી હતી. RTI એક્ટિવિસ્ટ ભ્રષ્ટાચારને ખુલ્લા પાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આરોપીએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી હત્યાને અંજામ આપ્યો છે. RTI એક્ટિવિસ્ટને ગળે ટૂંપો દઈ હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દેવાઈ હોવાનું સામે આવ્યું છે. થરાદ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બિલ્ડરે ₹20 લાખની આપી હતી સોપારી
13 ઓક્ટોબરના રોજ થરાદ કેનાલમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ કરતાં તે અમદાવાદના ચાંદખેડામાં રહેતો RTI એક્ટિવિસ્ટ રસિક પરમારનો હોવાનો ખુલાસો થયો હતો. મૃતકના પરિવારજનોએ પહેલાં જ રાજુ કરાટે અને કમલેશ સોલંકીની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી હતી. ગુનો દાખલ કરાવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે બિલ્ડર લોબી રિડેવલપમેન્ટના નામે ઝૂંપડપટ્ટીની જમીન લેતી હતી. પરંતુ, મકાન તેના હકદારોને આપવાના બદલે ભૂતિયા લોકોને આપી દીધાં હતા. RTI એક્ટિવિસ્ટ આડખીલી રૂપ ન બને તે માટે તેની સોપારી આપી હત્યાને અંજામ અપાયો છે. જો કે મુખ્ય શકમંદો હજુ પોલીસ સકંજાથી દૂર છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
