Rajkot: ફરી એકવાર ચડ્ડી બનિયાન ગેંગનો આતંક, 4 કારખાના સહિત 6 સ્થળોએ લાખોની રોકડ સહિતની ચોરી, જુઓ CCTV Video

રાજકોટમાં ફરી એકવાર ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક સામે આવ્યો છે. ઔદ્યોગિક વિસ્તારમાં ચડ્ડી બનિયાન ધારી ચોર ગેંગ ત્રાટકી અને ચાર કારખાના સહિત 6 સ્થળે 2.17 લાખની રોકડ સહિતની ચોરી કરી ફરાર થઈ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 7:30 PM

Rajkot: ફરી એકવાર ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રિય થઇ છે. ઔદ્યોગિક વિસ્તારમાં ચડ્ડી બનિયાન ધારી ગેંગ ત્રાટકી છે. એક સાથે ચાર કારખાના સહિત કુલ છ જગ્યાએ ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી અને ચોરીને અંજામ આપ્યો છે. અંદાજે 2.17 લાખની ચોરી કરી ફરાર થયા છે. ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક કારખાનામાંથી 1.80 લાખની ચાંદીની ચોરીને અંજામ અપાયો. ક્રિષ્ના એગ્રોમાંથી 15 હજાર અને ગઢકાના કારખાનામાંથી 22 હજારની ચોરી કરી.

આ પણ વાંચો : રાજકોટમાં મનપાના આરોગ્ય વિભાગે બોલાવ્યો સપાટો, વિવિધ સ્થળેથી અખાદ્ય અને વાસી ખાદ્ય સામગ્રીનો કરાયો નાશ, જુઓ Video

જ્યારે ગઢકા ગામમાં સુરાપુરા દાદાના મંદિરની તિજોરી પણ તસ્કરો ઉઠાવી ગયા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. દ્રશ્યોમાં આપ જોઇ શકો છો કે ચડ્ડી બનિયાનધારી ગેંગના ચાર તસ્કરો પહેલા રેકી કરે છે અને પછી કારખાનામાં પ્રવેશ કરે છે. બે તસ્કરો ઓફિસમાં ઘુસી છે તો બે તસ્કરો બહાર ઉભા ઉભા નિગરાણી કરે છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">