VIDEO : ભાવનગર જિલ્લામાં ‘કોમી’ આગમાં સગીરાની હત્યા થતા રોષ, ગ્રામજનોએ હત્યારાઓનો સામાજીક બહિષ્કાર કરવાનો કર્યો સંકલ્પ !
સમાજના આગેવાનોએ એકઠા થઇ સગીરાને શ્રદ્ધાંજલિ આપી. તો સાથે જ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ હત્યારાઓના સમાજ અને પરિવારજનો પાસેથી નહી ખરીદવાનો પણ સંકલ્પ લીધો.
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે સગીરાની હત્યાનો કેસને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વરલ ગામમાં 2 હજારથી વધુ ગ્રામજનોએ એકઠા થઇ શપથ લીધા. તો સાથે જ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ હિન્દુઓ પાસેથી ખરીદવાનો પણ સંકલ્પ લીધો. તો હિંદુ સમાજના આગેવાનોએ એકઠા થઇ સગીરાને શ્રદ્ધાંજલિ આપી. આપને જણાવી દઈએ કેસ ચાર દિવસ પહેલા કોમી રમખાણોમાં થયા જેમાં 16 વર્ષની સગીરાની હત્યા કરવામાં આવી હતી.
કોમી જૂથ અથડામણમાં સગીરાનુ મોત
આ જૂથ અથડામણમાં નિર્દોષ 16 વર્ષની સગીરાનું મોત થયુ હતુ, જ્યારે જૂથ અથડામણમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ભાવનગર ખસેડાવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તે તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
આ અગાઉ પણ અમરેલીના રાજુલા તાલુકાના કડિયાળી ગામે નજીવી બાબતે જૂથ અથડામણ થયો હતો. સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બે જૂથ સામસામે આવી ગયા હતા. બે જૂથ વચ્ચે બબાલ થતા વાહનોમાં તોડફોડ કરાઇ હતી. હિંસક બબાલમાં બે વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી. પોલીસે બંન્ને જૂથના ચાર-ચાર લોકોને ઝડપી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ સાથે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો.