Breaking News: સિહોર તાલુકાના વરલ ગામે બે કોમ વચ્ચે જૂથ અથડામણ, ઘટનામાં 16 વર્ષીય સગીરાનું મોત
સિહોર તાલુકાના વરલ ગામે બે કોમ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે કે જેમાં 16 વર્ષીય સગીરાનું મોત થતા પોલીસ હરકતમાં આવી છે અને ઘટના સ્થળે પહોચીને મામલાને થાળે પાડવામાં લાગી છે.
સિહોર તાલુકાના વરલ ગામે બે કોમ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે કે જેમાં 16 વર્ષીય સગીરાનું મોત થતા પોલીસ હરકતમાં આવી છે અને ઘટના સ્થળે પહોચીને મામલાને થાળે પાડવામાં લાગી છે. ઘટનામાં મોતને ભેટેલી સગીરાની લાશને પીએમ અર્થે સિહોર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આ સિવાય એક વ્યક્તિને ગંભીર ઇજા પહોચતા તેને વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી છે તેમજ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
બે કોમ વચ્ચે જૂથ અથડામણની ઘટના
ભાવનગરના સિહોર તાલુકાના વરલ ગામમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. આ જૂથ અથડામણમાં નિર્દોષ 16 વર્ષની સગીરાનું મોત થયું છે. જેમાં મૃતક સગીરા રાધિકા બારૈયાના મૃતદેહને પીએમ અર્થે સિહોર હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. જ્યારે જૂથ અથડામણમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ભાવનગર ખસેડાવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તે તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
આ અગાઉ પણ અમરેલીના રાજુલા તાલુકાના કડિયાળી ગામે નજીવી બાબતે જૂથ અથડામણ થયો હતો. સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બે જૂથ સામસામે આવી ગયા હતા. બે જૂથ વચ્ચે બબાલ થતા વાહનોમાં તોડફોડ કરાઇ હતી. હિંસક બબાલમાં બે વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી. પોલીસે બંન્ને જૂથના ચાર-ચાર લોકોને ઝડપી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ સાથે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો.
Teen allegedly killed in a communal clash in Sihor, #Bhavnagar #Gujarat #TV9News pic.twitter.com/tVHWdvgOrM
— Tv9 Gujarati (@tv9gujarati) February 10, 2023
કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ ખડકી દેવાઈ
થોડા દિવસો અગાઉ મહેસાણાના નંદાસણમાં જાહેર રોડ પર બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. હોટલ સ્કાય વે નજીક બે જૂથ વચ્ચે અંગત કારણસર મારામારી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મારામારીની ઘટનામાં સામસામે 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. ઉસામાં સૈયદ નામના શખ્સે ત્રણ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી તો સામે પક્ષે અનીશ સૈયદ નામના શખ્સે 4 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જાહેર રોડ પર બે જૂથ વચ્ચે મારામારીની ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી.