VIDEO : સુરતમાં શિક્ષકે ગળે ફાંસો ખાઈ મોત વ્હાલુ કર્યું, આપઘાતનું કારણ અકબંધ
પરિવારજનો કોઈ કાર્યક્રમમાં બહાર ગયા હતા ત્યારે શિક્ષકે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ હતુ. મૃતક શિક્ષક બે દિકરીઓના પિતા છે.
સુરતના અલથાણામાં શિક્ષકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરિવારજનો કોઈ કાર્યક્રમમાં બહાર ગયા હતા ત્યારે શિક્ષકે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ હતુ. આપને જણાવી દઈએ કે, મૃતક શિક્ષક બે દિકરીઓના પિતા છે.શિક્ષકે ક્યા કારણોસર આ પગલુ ભર્યું છે તે જાણી નથી શકાયુ. હાલ ખડોદરા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. શિક્ષકે કોઈ દબાણ કે અન્ય કારણોસર આ પગલુ ભર્યું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
ખડોદરા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી
તો આ તરફ જૂનાગઢ જિલ્લાના વંથલીમાં ઝેરી દવા પી યુવાને આપઘાત કરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસના ત્રાસથી યુવાને આપઘાતનુ પગલુ ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે.મહત્વનું છે કે યુવાને ઝેરી દવા પીવાથી તબિયત લથડી હતી, જે બાદ તેને સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત થયુ છે.
પરિવારમાં શોકનુ મોઝુ ફરી વળ્યુ
તો બીજી તરફ યુવાનના મોતને પગલે પરિવારમાં શોકનુ મોઝુ ફરી વળ્યુ છે.મૃતદેહ સ્વીકારવાનો પણ પરિવારજનોએ અસ્વીકાર કર્યો છે. પોલીસ દ્વારા વારંવાર યુવાનને ધમકી આપાતી હોવાનો પરિવારનો આક્ષેપ છે. હાલ પરિવારે આ મામલે ન્યાયની માગ કરી છે.
