તાપી : ભારે વરસાદના કારણે ઉકાઇ ડેમની સપાટીમાં વધારો થયો, જુઓ વીડિયો
તાપી: ભારે વરસાદ થતા ઉકાઇ ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ ડેમમાં1 લાખ 63 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક સામે ડેમમાંથી 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
તાપી: ભારે વરસાદ થતા ઉકાઇ ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ ડેમમાં1 લાખ 63 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક સામે
ડેમમાંથી 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા ડેમની સપાટી 315.22 ફૂટ પર પહોંચી છે. જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. નિઝર અને કુકરમુંડામાં ભારે વરસાદ થતા ડેમમાં નવા નીર આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં 24 જુલાઈએ ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત નદીઓમાં નવા નીરની આવક થઇ છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના ડેમમાં જળસપાટીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો : નર્મદા : કરજણ ડેમના 4 દરવાજા 3 મીટર ખોલાયા, નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા,જુઓ વીડિયો
