Rain News : તાપી જિલ્લામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, પાણી ભરાતા 21 રસ્તા બંધ, જુઓ Video
મેઘરાજાએ ગુજરાતમાં ધડબડાટી બોલાવી છે. ત્યારે તાપી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળે છે. તાપીના વ્યારા, વલોડ, ડોલવણમાં વરસાદ વરસ્યો છે. સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
મેઘરાજાએ ગુજરાતમાં ધડબડાટી બોલાવી છે. ત્યારે તાપી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળે છે. તાપીના વ્યારા, વલોડ, ડોલવણમાં વરસાદ વરસ્યો છે. સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ડોલવણ તાલુકામાં વરસાદ નોંધાયો છે. 2 કલાકમાં ડોલવણમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે.
ડોલવણથી પંચોલ જતા લો-લેવલ પુલ પર પણ પાણી ફરી વળ્યા છે. પુલ વાહન વ્યવહાર માટે હાલ બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં 5 જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યા છે. પાણી ભરાતા કુલ 21 રસ્તાઓ બંધ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
તાપીમાં વરસ્યો ધોધમાર વરસાદ
બીજી તરફ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ડાંગ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદથી ધોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર વઘઈ તાલુકામાં ઘોડાપૂર જેવા દ્રશ્યો સર્જાયા છે. ઝાવડા, ડુંગરડા, ભેંસ કાતરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક જગ્યાએ નાળા ઉપર પાણી ફરી વળ્યા છે. જીવન જોખમે રસ્તો પસાર કરવા સ્થાનિકો મજબૂર છે. ધસમસતા પાણી વચ્ચે સરકારી બસ પસાર થયાનો વીડિયો પણ વાયરલ થયો છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?

અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video

સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ

ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
