Patan: રાધનપુર મામલતદાર કચેરીમાં જ લાંચની રકમ માંગતા વકીલ અને તલાટીને ACB એ ઝડપી લીધા, જુઓ Video
ACB Trap: પાટણના જાવંત્રી ગામના તલાટી અને તેમના વતી લાંચ લેતા વકીલને લાંચ રુશ્વત વિરોધી દળે ઝડપી પાડ્યા છે. વકીલ અને તલાટીએ મળીને રુપિયા 12 હજારની લાંચ માંગી હતી.
પાટણના જાવંત્રી ગામના તલાટી અને તેમના વતી લાંચ લેતા વકીલને લાંચ રુશ્વત વિરોધી દળે ઝડપી પાડ્યા છે. વકીલ અને તલાટીએ મળીને રુપિયા 12 હજારની લાંચ માંગી હતી. તલાટી વતી વકીલ પણ વચેટીયાની માફક ભૂમિકા ભજવતા હોય એમ હેતુ લક્ષી વાતચીત કરી હતી. વકીલ દેવશીભાઈ ઉર્ફે જીતુભાઈ મોહનભાઈ ઠાકોરે ફરીયાદીને સોલવન્સી દાખલો નિકાળવા માટે તલાટી અંકિત પ્રજાપતિ સાથે વાતચીત કરાવી હતી. ટેલીફોનીક વાતચીત કરીને 12 હજાર રુપિયાની લાંચ સ્વિકારી હતી. જેને લઈ એસીબીની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા.
તલાટી વતી વકીલ દ્વારા લાંચની રકમને સ્વીકારવામાં આવતા જ એસીબીએ તેમને સ્થળ પર જ ઝડપી લીધા હતા. એસીબીની ટીમે તુરત તલાટી અંકિત પ્રજાપતિને પણ ઝડપી લીધો હતો. લાંચની રકમ લેવા માટે ફરિયાદીને રાધનપુરમાં આવેલી મામલતદાર કચેરીએ બોલાવ્યો હતો. જ્યાં એસીબીએ છટકુ ગોઠવીને તેમને ઝડપી લીધા હતા.
આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટર નહી વોર્ડ બોય અને ફાર્માસિસ્ટ આપે છે દવા, તબિબ વિના સ્થાનિકો પરેશાન
પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો