સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદમાં જ રોડ બન્યા બિસ્માર, સ્થાનિકોએ રોષ સાથે ભાજપના ઝંડા ઉંધા લગાવી નોંધાવ્યો વિરોધ
સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદમાં જ રોડ પર પડતા ખાડાથી કંટાળી સ્થાનિકોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. રોષે ભરાયેલા સ્થાનિકોએ ખાડામાં ભાજપના ઝંડા ઉંધા લટકાવી વિરોધ કર્યો. રસ્તા પર પડેલા અસંખ્ય ખાડાના કારણે અનેક લોકો કમરના દુખાવાના શિકાર બની રહ્યા છે.
સુરેન્દ્રનગર રસ્તા પર પડેલા ખાડાઓ લોકોનો માથાનો દુખાવો બન્યા છે. રસ્તા પર અનેક ખાડાથી સ્થાનિકો પરેશાન છે. સામાન્ય વરસાદમાં જ રોડ બિસ્માર બની રહ્યા છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મોટાભાગના રોડ પર આ પ્રકારે ખાડા પડવાથી અનેક લોકોને કમરના અને મણકાના દુખાવા વધ્યા છે. અનેક રજૂઆત છતા ખાડાઓનો કોઈ ઉકેલ ન આવતા રોષે ભરાયેલા લોકોએ ખાડામાં ભાજપના ઝંડા ઉંધા લટકાવી વિરોધ નોંધાવ્યો.
સ્થાનિકોનો આક્ષેપ છે કે વઢવાણના ધારાસભ્ય માત્ર ફોટોસેશન કરે છે. ધારાસભ્ય પોતાનો વાળ પણ વિખાવા નથી દેતા અને ખાડાઓમાં લોકોની કમરના કટકા થઈ રહ્યા છે. શહેરના ટાવરથી લઈ અજરામાં ચોક સુધીનો રોડ ખસ્તા હાલ છે. રિવરફ્રન્ટ ટીબી હોસ્પિટલનો રોડ અને અને વઢવાણ સુરેન્દ્રનગર રોડ સંપૂર્ણપણે ધોવાયો છે.
સ્થાનિકોનો આરોપ છે કે ધારાસભ્યને 60 હજાર મતથી વિજયી બનાવી વિધાનસભામાં મોકલ્યા પરંતુ માત્ર ફોટે સેશન કરતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. નગરપાલિકાના સત્તાધિશો પણ જનતા વચ્ચે ન આવતા આજે શહેરીજનોએ વિરોધ નોંધાવ્યો છે.
Input Credit- Sajid Belim- Surendranagar