Surat Video : સાડા ચાર દિવસના બાળકે 6 લોકોને જીવન બક્ષ્યુ, ભારતના ઈતિહાસમાં સૌથી નાની વયના બાળકનું ઓર્ગન ડોનેશન

માત્ર સાડા ચાર દિવસના બાળકને દુનિયામાં આવ્યાના ગણતરીના કલાકોમાં ફરી દુનિયાને અલવિદા કરી છે. જોકે તેના જન્મથી મૃત્યુ વચ્ચેના 111 કલાકમાં તેણે 6 લોકોને નવજીવન આપ્યું છે. બાળક જન્મ્યા બાદ રડ્યું ન હતું કે કોઈ હલનચલન કર્યું ન હતું. ચાઇલ્ડ હોસ્પિટલમાં ICUમાં સારવાર અપાઈ હતી. જોકે ડોક્ટરે બાળકને બ્રેઇનડેડ જાહેર કરતાં પરિવારે બાળકની અંગદાન કરવા સહમતી આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2023 | 9:58 AM

Surat : ભારતના ઈતિહાસમાં અંગદાનનો (organ donation) સૌથી મોટો કિસ્સો સામે આવ્યો છે. પહેલીવાર જન્મજાત બાળકના અંગોનું દાન કરાયું છે. સુરતમાં સૌથી નાની વયના બાળકનું ઓર્ગન ડોનેશન કરાયું છે. જન્મજાત બાળકે 6 લોકોને જીવનદાન આપતા ઈતિહાસ રચાયો છે.

આ પણ વાંચો-Jamnagar Breaking News : જામનગરમા અંધશ્રદ્ધામાં ભાઈ બહેને ભેગા મળી નાની બહેનની કરી હત્યા

માત્ર સાડા ચાર દિવસના બાળકને દુનિયામાં આવ્યાના ગણતરીના કલાકોમાં ફરી દુનિયાને અલવિદા કરી છે. જોકે તેના જન્મથી મૃત્યુ વચ્ચેના 111 કલાકમાં તેણે 6 લોકોને નવજીવન આપ્યું છે. બાળક જન્મ્યા બાદ રડ્યું ન હતું કે કોઈ હલનચલન કર્યું ન હતું. ચાઇલ્ડ હોસ્પિટલમાં ICUમાં સારવાર અપાઈ હતી. જોકે ડોક્ટરે બાળકને બ્રેઇનડેડ જાહેર કરતાં પરિવારે બાળકની અંગદાન કરવા સહમતી આપી હતી.

જન્મથી રડી કે હલનચલન કરી ન શકેલા બાળકનાં અંગોનું દાન કરવાનો નિર્ણય દાદી અને માતાએ લઈને સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરતના વાલક પાટિયા પાસે ગીતાંજલી રો-હાઉસમાં રહેતાં અને મૂળ અમરેલી નજીકના માળીલાના વતની હર્ષભાઈ અને ચેતનાબેન સંઘાણીના ઘરે 13 ઓક્ટોબરના રોજ દીકરાનો જન્મ થયો હતો. જન્મ પછી બાળક હલનચલન કરતું ન હતું કે એ રડ્યું પણ ન હતું.

તપાસ કરતાં તરત તેમણે વિશેષ સારવાર લેવાનું જણાતાં ડૉ. અતુલ શેલડિયાની કેર ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કર્યું હતું. અહીં બાળકને વેન્ટિલેટર પર રાખી સાજા થવાની કાગડોળે રાહ જોવાતી હતી. સાથે જ અનેક પ્રકારની તપાસ કરવામાં આવી હતી. વિશેષ સારવાર માટે ન્યૂરોલોજીસ્ટ તબીબોએ બાળકની તપાસ કરતાં તેને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યું હતું.

પરિવાર ભારે હૃદયથી ઈશ્વર ઈચ્છા સ્વીકારીને એ સમયે પારિવારિક મિત્ર હિતેશ કરકર દ્વારા ડૉ.નિલેશ કાછડિયાનો સંપર્ક થકી બાળકના અંગદાનની માહિતી મળી હતી. તેમણે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પી એમ ગોંડલિયા અને વિપુલ તળાવિયાનો સંપર્ક કર્યો હતો. બાદમાં જીવનદીપ ઓર્ગન ડોનેશનના સભ્યોના સહકાર-સમજણ થકી બાળકના પરિવારે માત્ર ચાર જ દિવસના બાળકનાં અંગોનું દાન કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો અને નવરાત્રીમાં પુણ્યનું કામ કર્યું હતું.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ઈસ્કોન પ્લેટિનમમાં કેવી રીતે લાગી આગ, જાણો આગનો આંખે દેખ્યો અહેવાલ
ઈસ્કોન પ્લેટિનમમાં કેવી રીતે લાગી આગ, જાણો આગનો આંખે દેખ્યો અહેવાલ
કાલોલના મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો Video થયો વાયરલ
કાલોલના મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો Video થયો વાયરલ
વિશ્વામિત્રી નદી બની દૂષિત, ડ્રેનેજના પાણી નદીમાં ઠાલવતા હોવાનો આક્ષેપ
વિશ્વામિત્રી નદી બની દૂષિત, ડ્રેનેજના પાણી નદીમાં ઠાલવતા હોવાનો આક્ષેપ
ભેંસોએ સિંહણને ઊભી પુછડીએ ભગાડી, જુઓ અમરેલીના રાજુલાનો આ Video
ભેંસોએ સિંહણને ઊભી પુછડીએ ભગાડી, જુઓ અમરેલીના રાજુલાનો આ Video
સુરતમાં હની ટ્રેપમાં લોકોને ફસાવી રૂપિયા પડાવતો નકલી PSI ઝડપાયો
સુરતમાં હની ટ્રેપમાં લોકોને ફસાવી રૂપિયા પડાવતો નકલી PSI ઝડપાયો
ઝૂલતા પૂલ દુર્ઘટના કાંડના આરોપી જયસુખ પટેલની કરાઈ મોદક તુલા- Video
ઝૂલતા પૂલ દુર્ઘટના કાંડના આરોપી જયસુખ પટેલની કરાઈ મોદક તુલા- Video
પારડીના મોતીવાડમાં દુષ્કર્મ બાદ યુવતીની હત્યાનો ખુલાસો
પારડીના મોતીવાડમાં દુષ્કર્મ બાદ યુવતીની હત્યાનો ખુલાસો
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં કરશે ચૂંટણી પ્રચાર
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં કરશે ચૂંટણી પ્રચાર
ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત
ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગેલી આગમાં એક વ્યક્તિનું મોત
આ 5 રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુધારાના સંકેત
આ 5 રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુધારાના સંકેત
g clip-path="url(#clip0_868_265)">