સુરત વિડીયો: એથર ઈન્ડસ્ટ્રીઝ દુર્ઘટનામાં મૃતકઆંક 8 પર પહોંચ્યો, હજુ ઘણા કામદારો સારવાર હેઠળ
સુરત : સચિન જીઆઈડીસીમાં આવેલી ઈથર ઈન્ડસ્ટ્રીઝમાં વિસ્ફોટ સાથે આગ લાગવાની ઘટનામાં મૃતકઆંક 8 સુધી પહોંચ્યો છે. હજુ ઘણા કામદાર સારવાર હેઠળ છે ત્યારે ઘટનાને લઈ જાનમાલના નુકસાનના ચિંતાજનક સ્તરે આંકડા પહોંચ્યા છે.

ઈથર ઈન્ડસ્ટ્રીઝમાં આગની ઘટનામાં 27 જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ મોડી સાંજે કંપનીના પ્લાન્ટમાં 7 કામદાર લાપતા હોવાની માહિતી સામે આવી હતી. રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશનમાં આ તમામ 7 કામદારના મૃતદેહ મળી આવતા કલ્પાઅનતના દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજી તરફ 20થી વધુ કામદાર સારવાર હેઠળ હતા.
સુરતની એપલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 40 વર્ષીય કામદાર દિનેશ ગૌતમે પણ સારવાર દરમિયાન દમ તોડી નાખ્યું છે. આ ઘટના બાદ મૃતકઆંક 8 પર પહોંચી ગયો છે.