સુરત : મોરીઠા – કાલીબેલ માર્ગ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો, જુઓ વિડીયો
સુરત : સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં 5 ઇંચ સુધી વરસેલા વરસાદે ઘણા વિસ્તારમાં સ્થાનિકો અને તંત્રની ચિંતા વધારી દીધી હતી. સુરત જિલ્લાના માંડવી પંથકમાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. આકાશી આફ્ટે માંડવીના રહીશોને ચિંતાતુર બનાવ્યા હતા.

માંડવીના મોરીઠા ગામને જોડતો માર્ગ પ્રભાવિત થયો છે. મોરીઠાથી કાલીબેલ જતા માર્ગ પર પાણી ફરી વળ્યાં હતા. આ સ્થિતિના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. નદી પર આવેલ પુલ પર પણ પાણી વધ્યા હતા.
નદીની નજીકમાં આવેલ ગોળધા ડેમમાં પાણીની આવક વધતા જળસ્તર વધ્યું હતું. પુલ પર પાણી ફરી વળતા વાહન ચાલકો ને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
Input Credit : Jignesh Mehta- Bardoli
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા