સુરત : ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર પાંચ વર્ષની દીકરીના પિતાની ધરપકડ કરાઈ
સુરતના પાંડેસરામાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીની ધરપકડ કરાઇ છે.. શ્રમિક પરિવારની ચાર વર્ષની બાળકીને પોતાની રૂમમાં લઈ જઇને પરિણીત પુરુષે દુષ્કર્મ આચર્યુ હતું. આ બનાવમાં પોલીસે ગુનો નોંધીને બળાત્કારીની ધરપકડ કરી છે.
સુરતના પાંડેસરામાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીની ધરપકડ કરાઇ છે. શ્રમિક પરિવારની ચાર વર્ષની બાળકીને પોતાની રૂમમાં લઈ જઇને પરિણીત પુરુષે દુષ્કર્મ આચર્યુ હતું. આ બનાવમાં પોલીસે ગુનો નોંધીને બળાત્કારીની ધરપકડ કરી છે.
બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે આરોપીએ તેને પોતાના રૂમમાં લઇ જઇ દુષ્કર્મ કર્યુ હતુ. બાળકીએ બુમાબુમ કરતા આરોપી બાળકીને રૂમમાં ગોંધી રાખી રૂમને તાળુ મારી ભાગી છૂટ્યો હતો. બનાવની જાણ થયા બાદ બાળકીના માતા પિતાએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે રંજન બિસાલ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી પરિણીત છે અને તેને પણ પાંચ વર્ષની દીકરી છે.
Latest Videos
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
