સુરત : પોલીસ ચોકીમાં ફરિયાદ કરવા ગયેલી મહિલા સાથે ખાખીની ઉદ્ધતાઇ, જુઓ વીડિયો
સુરતઃ ફરિયાદ કરવા ગયેલી મહિલા સાથે ખાખીની ઉદ્ધતાઇની ઘટના પ્રકાશમાં આવી છે. અડાજણની સૌરભ પોલીસ ચોકીના પોલીસ કર્મીઓનો વીડિયો વાયરલ થયો છે જેની ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ કર્યા છે.
સુરતઃ ફરિયાદ કરવા ગયેલી મહિલા સાથે ખાખીની ઉદ્ધતાઇની ઘટના પ્રકાશમાં આવી છે. અડાજણની સૌરભ પોલીસ ચોકીના પોલીસ કર્મીઓનો વીડિયો વાયરલ થયો છે જેની ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ કર્યા છે.
પોલીસકર્મીએ રજૂઆત સાંભળવાને બદલે મહિલાને ધમકી આપી હોવાના આ મામલામાં આક્ષેપ થયા છે. વીડિયો ઉતારી રહેલી મહિલાને ગુનો દાખલ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી.
મહિલા સાથે પોલીસકર્મીની ઉદ્ધતાઇને પગલે સવાલો ઉભા થયા છે. શું પોલીસકર્મીઓ ફરિયાદીઓ સાથે આવી જ રીતે વર્તન કરે છે ?
પોલીસકર્મીએ કેમ એક મહિલાનું પણ માન સન્માન ન જાળવ્યું ?
સમગ્ર મામલે DCP રાકેશ બારોટે તપાસના આદેશ આપ્યા છે. વાયરલ વીડિયોને લઇને તપાસના આદેશ કરાયા છે. અડાજણ PI સમગ્ર મામલે કરશે તપાસ તેમ DCP રાકેશ બારોટે જણાવ્યું હતું.