Gujarati Video: પિઝા ખાનારા, ચેતી જજો, જાણીતા આઉટલેટના પિઝા પણ નથી ખાદ્ય, શું કહે છે ફૂડ સેફ્ટી ઓફિસર જુઓ

સુરતમાં પિઝા વેચતી જાણીતી બ્રાન્ડના ચેઈન સ્ટોર પર આરોગ્ય વિભાગની ટીમોએ સપાટો બોલાવી દીધો છે. જેમાં 6 ફ્રેન્ચાઈઝીના નમૂના ફેઈલ ગયા છે. લોકોની માંગ છે કે તેમની સામે કડક પગલાં ભરાય.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 7:41 PM

ડોમિનોઝ પિઝા, પિઝાહટ, લા-પીનોઝ પિઝા આ નામ સાંભળીને મોંમાં પાણી આવી જતું હશે, પરંતુ આ તમામ બ્રાન્ડ નેમ વાળી ફૂડ ચેઈનમાંથી લેવાયેલા પિઝાના નમૂનાઓ ફેઈલ ગયા છે. મતલબ કે આ પિઝા તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આજકાલ તો શું ખાવું એ જ મોટો પ્રશ્ન બની ગયો છે. કારણ કે નકલી પનીર, નકલી મરચું, નકલી હળદર, ભેળસેળ વાળી વરિયાળી, ભેળસેળ વાળો કેરીનો રસ ઘરમાં લાવીને ખાતા હતા જોકે હવે બહાર પિઝા ખાવા જાવ તો ત્યાં પણ જોખમ લોકો માટે ઊભું થાય તેમ છે.

ઘણા બધા પરિવારોમાં શનિ-રવિ બાળકો જીદ કરે કે બહાર પિઝા ખાવા જવું છે તો મા-બાપ જાણીતી બ્રાન્ડના આઉટેલેટમાં લઈ જાય, જેથી તેમાં કંઈ ગરબડ ન હોય પરંતુ હવે તો એમાં જ ગરબડ હોવાનું સામે આવ્યું છે. સુરતમાં પિઝા હટ, લા-પીનોઝ અને ડોમીનોઝ જેવી જાણીતી બ્રાન્ડના પિઝાના નમૂના ફેઈલ ગયા છે.

આ પણ વાંચો : સુરતમાં જાણીતા પીઝા બ્રાન્ડ પીઝા-હટ અને ડોમીનોઝના ફૂડ સેમ્પલ ફેલ

સુરતની રેસ્ટોરન્ટમાં ફાસ્ટ ફૂડ આરોગતા લોકો માટે આ સમાચાર ચેતવણીરૂપ છે. કેમકે જે બ્રાન્ડેડ કંપનીના પિઝા લોકો આરોગે છે તેમના સ્વાસ્થ્ય સાથે સીધા જ ચેડા થઈ રહ્યા હોવાનું ખુલ્યું છે. જે ટેસ્ટી પિઝા ખાવા લોકો શનિ-રવિમાં વેઈટીંગમાં પણ ઉભા રહેતાં હોય છે આવીજ જાણીતી બ્રાન્ડના ચેઈન સ્ટોર પર આરોગ્ય વિભાગની ટીમોએ સપાટો બોલાવી દીધો છે. જેમાં 6 ફ્રેન્ચાઈઝીના નમૂના ફેઈલ ગયા છે. તેમના નામ સાંભળી તમે ચોંકી ઉઠશો.

કારણ કે, આમાં સામેલ છે ડોમિનોઝ પિઝા, પિઝાહટ, લા-પીનોઝ પિઝા. જેના આઉટલેટ વિશ્વભરમાં છવાયેલા છે, તેના પિઝા જ અખાદ્ય સાબિત થયા છે. આ ઉપરાંત, કે. એસ. ચારકોલ, ગુજ્જુ કેફેના નમૂના પણ ફેઈલ ગયા છે. મહત્વનુ છે કે આરોગ્ય વિભાગે 40 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. હાલ આરોગ્ય વિભાગની ટીમે આ તમામ દુકાનદારો સામે ફરિયાદ નોંધવવાની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ લોકોને એમાં રસ છે કે તેમની સામે કડક પગલાં ભરાય.

આ સંસ્થાના નમુના ધારા ધોરણ મુજબ માલુમ પડ્યા નથી

સફાયર ફૂડસ ઇન્ડિયા લીમીટેડ [પિત્ઝા હટ] અપર ગ્રાઉન્ડ ફ્લોર, ત્રિભોવન કોમ્પ્લેક્સ, ઘોડદોડ રોડ, સુરત

દેવ હોસ્પીટાલીટી [લા-પીનોઝ પીઝા] ઊગત કેનાલ રોડ, પાલનપોર, સુરત

પ્રેરણા હોસ્પીટાલીટી[કે.એસ.ચારકોલ] ઇસ્કોન મોલની બાજુમાં, પીપલોદ સુરત

ડેન્સ પીઝા [ વેલેન્ટીના બીઝનેસ હબ, એલપી સવાણી રોડ, અડાજણ સુરત

ગુજ્જુ કાફે [ ડી-માર્ટ પાસે, જહાગીરાંબાદ સુરત]

જુબીલીયન્ટ ફૂડ વર્કસ લી. [ડોમીનોસ પીઝા] એ-સ્પેસ, ભગવાન મહાવીર કોલેજ પાસે, વીઆઈપીરોડ સુરત]

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">