Surat Rain: બારડોલીની મીંઢોળા નદીના જળસ્તરમાં સતત વધારો, 50 જેટલા મકાનો પાણીમાં ડૂબ્યા, જુઓ Video
Surat Rainfall: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. જેને લઈ સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતી જોવા મળી છે. સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા છે. સુરતના બારડોલી વિસ્તારમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પણ પૂર આવ્યુ હતુ.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. જેને લઈ સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતી જોવા મળી છે. સુરતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા છે. સુરતના બારડોલી વિસ્તારમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પણ પૂર આવ્યુ હતુ. જેને લઈ નદી કાંઠા વિસ્તારમાં પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નદીના કિનારે આવેલા ખાડાવાળા વિસ્તારમાં 50 જેટલા મકાનો પાણીમાં ડૂબી ગયા હતા. જેને લઈ આ વિસ્તારના અનેક પરીવારોને તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા હતા.
નદીના કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેવાને લઈ અવર જવર બંધ કરવામાં આવી હતી. નદીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને પણ સલામતીના પગલાં લેવા અને સૂચનાઓને અનુસરીને સલામત સ્થળે રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. ફાયર ટીમો અને પોલીસ દ્વારા આ માટે સતત અપીલ કરવામાં આવી હતી.