સુરત : ફેક આઈડી કાર્ડના દેશવ્યાપી કૌભાંડના માસ્ટર માઈન્ડની ઇકો સેલે ધરપકડ કરી, જાણો ચોંકાવનારી માહિતી વિડીયો દ્વારા
સુરત : ગુજરાત પોલીસના જાપ્તામાં બોગસ આઈ ડી કાર્ડ બનાવવાના સૌથી મોટા કૌભાંડનો માસ્ટરમાઈન્ડ આવી ગયો છે. પોલીસ તપાસમાં આખા નેટવર્કનો પર્દાફાશ થતા અનેક ગુનાઓ પરથી પડદો ઉચકાયો છે.
સુરત : ગુજરાત પોલીસના જાપ્તામાં બોગસ આઈ ડી કાર્ડ બનાવવાના સૌથી મોટા કૌભાંડનો માસ્ટરમાઈન્ડ આવી ગયો છે. પોલીસ તપાસમાં આખા નેટવર્કનો પર્દાફાશ થતા અનેક ગુનાઓ પરથી પડદો ઉચકાયો છે. હ્મુમન ટ્રાફિંકિંગ અને આતંરરાષ્ટ્રીય કૌભાંડની પણ આશંકાઓ તેજ થતા તપાસમાં કેન્દ્રીય એજન્સીઓ પણ જોતરાઈ છે.
સૂત્રો અનુસાર ભારતીય નાગરિક તરીકે ઓળખના મહત્વના પુરાવા તરીકે જાહેર કરાયેલા આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા મહત્વના ડોક્યુમેન્ટ્સના દુરુપયોગનો મામલો સામે આવ્યો છે. આ અગત્યના દરસતાવેજોનો ઉપયોગ મોટાભાગે બેન્કિંગ, સ્ટોક ટ્રેડિંગ, લોન , ઈશ્યુરન્સહ પોલિસી સહિતના અનેક કામોમાં થતો હોય છે. બોગસ લોન, ખોટા નામ પર સીમકાર્ડ મેળવવા અને અન્ય કૌભાંડો જેવા ગુનાઓ પર અંકુશ લાવવા માટે ઇકોનોમિક્સ સેલ દ્વારા દેશની સરકારી સિસ્ટમને હ્ચમચાવવાના પ્રયાસને ઝડપી પડાયો હતો.
