Breaking News : ગીરસોમનાથમાં ભાજપ નેતાએ પરિણીતા પર દુષ્કર્મ કર્યાનો આરોપ, જુઓ Video
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના બગસરામાં ભાજપના નેતા પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતની પરિણીતાએ તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના બગસરામાં ભાજપના નેતા પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતની પરિણીતાએ તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બોરવાવ ગામના રિસોર્ટમાં દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બગસરા ભાજપના નેતા પ્રદીપ ભાખર સામે ગંભીર આરોપથી ચકચાર થયો છે. ઠંડા પીણામાં કોઈ વસ્તુ ભેળવીને પીવડાવી બેભાન કર્યા બાદ દુષ્કર્મ કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
રિસોર્ટમાં દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ
આ ઉપરાંત પરિણીતાના ફોટા, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. અગાઉ પરિણીતાએ પોસ્ટ થકી તાલાલા પોલીસમાં અરજી મોકલાવી હતી. કોઈ પ્રત્યુત્તર ન મળતા પરિણીતા રૂબરૂ પોલીસ સ્ટેશને પહોંચી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસ તપાસ બાદ હકીકત બહાર આવશે.
ઉલ્લેખનીય છે કે બગસરામાં ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખર પર ગંભીર આરોપ લાગ્યા છે. સુરતની એક પરિણીતાએ તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે પ્રદીપ ભાખરે તેના પર બોરવાવ ગામના એક રિસોર્ટમાં દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ પહેલા પોસ્ટ દ્વારા અરજી કરી હતી, પરંતુ કોઈ જવાબ ન મળતા તે પોલીસ સ્ટેશન પહોંચી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
