સુરતના કુડસદ ગામમાં યુવકનો પગ બાલ્કનીમાંથી લપસ્યો, પત્નીએ બચાવવાનો પ્રયાસ કર્યા છતા નીચે પટકાતા મોત, જુઓ CCTV Video
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે એક હૈયુ હચમચાવી દેતી ઘટના બની છે. અહીં આવેલા ચિરાગ રેસિડેન્સીના બીજા માળેથી નીચે પટકાતા એક યુવકનું મૃત્યુ થયું છે. યુવકની પત્નીએ તેને બચાવવાનો પ્રયાસ કર્યા છતા યુવક બચી શક્યો નહી અને બીજા માળેથી નીચે પટકાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, યુવક બાલ્કનીમાં ઉભો હતો ત્યારે તેનો પગ લપસી જતા તે ગ્રીલ સાથે લટકી ગયો હતો. તેની પત્નીએ તાત્કાલિક દોડી આવીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવકનો હાથ છૂટી જતા તે સીધો નીચે જમીન પર પટકાયો. જે પછી ઘટનાસ્થળ પર જ યુવકનું મોત થયું હતું.
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, આ ઘટના અચાનક બની હતી અને સૌ કોઈને ભયભીત કરી ગઈ હતી. મૃતક યુવક મૂળ ઓડિશાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે અને મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. આ દુઃખદ બનાવને કારણે કુડસદ વિસ્તારમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે માતમનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકો અને રહેવાસીઓએ પરિવારે સહાનુભૂતિ વ્યક્ત કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ