Surat: સુરતમાં મહિલાઓ દ્વારા યોજાઈ કાવડ યાત્રા, 2500થી વધુ મહિલાઓ જોડાઈ- જુઓ Video
Surat: સુરતમાં શ્રાવણના અંતિમ સોમવારના રોજ મધર મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય કાવડ યાત્રા યોજાઈ હતી. જેમા 2500થી વધુ મહિલાઓ જોડાઈ હતી. હર હર મહાદેવના નાદ સાથએ વાતાવરણ ભક્તિમય બન્યુ હતુ.
Surat: સુરતમાં ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, 2500 થી વધુ મહિલાઓ આ કાવડ યાત્રામાં જોડાઈ હતી, કાપોદ્રા સ્થિત સિદ્ધકુટિર મહાદેવ મંદિર ખાતેથી નીકળેલી આ કાવડયાત્રા પુણાગામ ખાતે સંપન્ન થઈ હતી, જ્યારે કાવડયાત્રા દરમ્યાન હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
સુરતમાં શ્રાવણ મહિનાના અંતિમ સોમવારના રોજ મધર મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય મહિલા કાવડ યાત્રાનું આયોજન કરાયું હતું, સુરતના કાપોદ્રા સિદ્ધકુટીર મંદિરથી પુણાગામ જલાસાઈ ફાર્મ સુધી કાવડયાત્રાનું આયોજન કરાયું હતું. કાવડયાત્રામાં ધારાસભ્ય કુમાર કાનાણી પણ જોડાયા હતા. 2500 થી વધુ મહિલાઓ કાવડ યાત્રામાં જોડાઈ હતી અને હર હર મહાદેવના નાદ સાથે વાતાવરણ ભક્તિ મય બન્યું હતું.
મધર મહિલા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોમલ બેન પટેલે જણાવ્યું હતું કે દર શ્રાવણ મહિનામાં સોમવારે મહિલા દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે, આજે કાપોદ્રા સિદ્ધકુટીર મંદિરથી પુણાગામ જલાસાઈ ફાર્મ સુધી કાવડયાત્રાનું આયોજન કરાયું હતું. આ કાવડ યાત્રામાં 2500 થી વધુ બહેનો જોડાઈ હતી, સિદ્ધ કુટીર મંદિરથી તાપી નદીનું પવિત્ર જળ લઈને પાર્થિવ શિવલિંગ પર અભિષેક કરી પૂજા કરી હતી. આ ઉપરાંત દરેક બહેનોને સાથે ફરાળ કર્યું હતું અને દરેક બહેનોને ઉપહાર આપવામાં આવ્યો હતો.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





