Vadodara: ડભોઈમાં કેનાલમાં ભંગાણ પડવાનો સિલસિલો યથાવત, ખાંડીયાકૂવા ગામ પાસે કેનાલમાં 15 ફુટનું ગાબડુ
Vadodara: ડભોઈમાં ભ્રષ્ટાચારની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. ખાંડીયાકૂવા ગામ પાસે કેનાલમાં ભંગાણ સર્જાયુ હતુ. જેમા 15 ફુટનું ગાબડુ પડ્યુ હતુ. એક તરફ વરસાદ ખેંચાયો છે. પાણીની ઘટ છે ત્યારે કેનાલમાં ગાબડુ પડતા પાણી હજારો લીટર પાણી વેડફાયા બાદ પાણી બંધ કરાયુ હતુ.
Vadodara: વડોદરાના ડભોઈમાં આવેલી નર્મદાની કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત છે. ડભોઈના ખાંડીયાકૂવા ગામ પાસે કેનાલમાં ભંગાણ સર્જાયું છે. કેનાલમાં અંદાજે 15 ફૂટ ઉંડું ગાબડું પડ્યું છે. એક તો પહેલાથી જ વરસાદની ઘટ છે. તેમાં પણ જ્યારે કેનાલમાં ભંગાણ સર્જાયવાને કારણે ખેડૂતોને સિંચાઈ માટે જ પાણી મળતું હોય છે તે પણ બંધ કરવામાં આવ્યું છે. આ અંગે સ્થાનિક ખેડૂતોના આક્ષેપ છે કે કેનાલના સમારકામ માટે અનેકવાર રજૂઆતો કરવા છતાં તેનું સમારકામ કરવામાં નથી આવ્યું.
એકતરફ વરસાદ ખેંચાયો છે અને પહેલેથી પાણીની ઘટ છે ત્યારે કેનાલમાં વારંવાર પડતા હજારો ગેલન પાણી વેડફાય છે. ખેડાના મહુધામાં સિંધાલી ગામ નજીકથી પસાર થતી કેનાલમાં પણ ગાબડુ પડ્યુ છે. ગાબડુ પડતા કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા જેના કારણે પાકને નુકસાન થયુ છે. તાજેતરમાં રોપવામાં આવેલો તમાકુનો પાક પાણીમાં ડૂબ્યો છે.
છેલ્લા એક માસથી વરસાદ ન પડવાના કારણે ખેડૂતોએ મહા મહેનતે પાક ઉગાડયો હતો.પરંતુ તંત્રની નિષ્કાળજીના પગલે ખેડૂતોને હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. જો કે સમગ્ર મામલે કાર્યપાલક ઇજનેર સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓએ ભૂલ સ્વીકારવાના બદલે લૂલો બચાવ કર્યો. હતો. વારંવાર કેનાલમાં ગાબડા પડવાથી ખેડૂતોએ તંત્ર સામે રોષ વ્યકત કર્યો. કેનાલના ભંગાણની આસપાસ આશરે બે હેકટર જમીનમાં ઉગાડેલ તમાકુનો પાક બરબાદ થયો છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો