ઉત્તરવહીમાં કામસૂત્ર ! સુરતમાં કોલેજના વિદ્યાર્થીઓએ હદ કરી નાખી, જાણો ચોંકાવનારી માહિતી વિડીયો દ્વારા
સુરત: વિદ્યાર્થીઓની બગડી રહેલી માનસિકતાનો ચોંકવરો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જો તમે સ્ટુડન્ટ હોવ તો તો હવે પછી આ ખબર તમારે જરૂર વાંચવી જોઈએ કેમકે એ તમારી પરીક્ષા સાથે જોડાયેલો મામલો છે. આમ તો આપણે બધાએ સ્કૂલ કોલેજમાં પરીક્ષા આપી છે.

કેટલાકે પેપરમાં ચોરી કે નાનીમોટી ગેરરીતિ પણ કરી હશે તો કેટલાક હોંશિયાર વિદ્યાર્થીઓએ યાદશક્તિના જોરે પરીક્ષાનો જંગ જીતી લીધો હશે..આ સામે સુરતમાં કોલેજની પરીક્ષામાં વિદ્યાર્થીએ હદ વટાવી છે. 6 વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં કામસૂત્રની વાર્તા, મિત્રની પ્રેમ કહાની અને આચાર્યો અને પ્રોફેસરોને ગાળો લખી નાખી છે.
મામલાને યુનિવર્સીટીએ ખુબ ગંભીરતાથી લીધો છે. એક વિદ્યાર્થીએ પ્રશ્નના ઉત્તરમાં કામસૂત્ર વાર્તા લખી નાખી હતી. આ વિદ્યાર્થીનું હિયરિંગ કરીને જે તે વિષયમાં શૂન્ય માર્ક્સ સાથે રૂપિયા 500 દંડ કરવામાં આવ્યો છે.
બીજા એક વિદ્યાર્થિનીની વાત કરવામાં આવે તો બીકોમના એક વિદ્યાર્થીએ પરીક્ષામાં પ્રેમ કહાણી લખી હતી.આ વિદ્યાર્થીએ લેખિતમાં માફી માંગી હતી જેને પણ જે-તે વિષયમાં શૂન્ય માર્ક્સ સાથે રૂપિયા 500 પેનલ્ટી કરાઈ છે.