સુરત : આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપા ગુજરાતમાં ક્લીન સ્વીપની હેટ્રિક લાગવશે : સી આર પાટીલ
સુરત : વર્ષ 2024ની ચૂંટણી ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપની જીત થશે. તમામ બેઠક પર પાંચ લાખથી વધુની લીડ સાથે જીતની હેટ્રીકનો આશવાદ પણ વ્યક્ત કર્યો છે.સુરતમાં સ્નેહમિલન કાર્યક્રમમાં લોકસભાની ચૂંટણીને લઇ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આ મહત્વનો દાવો કર્યો છે.

સી.આર.પાટીલે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં આ વર્ષે ગુજરાત લોકસભાની ચૂંટણીમાં જીતની હેટ્રીક લાગશે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપની જીત થશે તેમ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. વર્ષ 2019 અને 2014ની ચૂંટણીમાં પાર્ટીએ તમામ સીટો જીતીને બધાને ચોંકાવી દીધા હતા. કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. હવે પાર્ટી કોઈપણ ભોગે પોતાનું પ્રદર્શન જાળવી રાખવા માંગે છે તેથી રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સંભવિત ગઠબંધનને ધ્યાનમાં રાખીને ભાજપ સંપૂર્ણપણે સતર્ક છે.
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ