સુરત : ગૃહ મંત્રીની દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાની અનોખી પહેલ, જાણો વિગતવાર માહિતી અહેવાલ દ્વારા

સુરત : ગૃહ મંત્રીની દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાની અનોખી પહેલ, જાણો વિગતવાર માહિતી અહેવાલ દ્વારા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2023 | 2:35 PM

સુરત : દિવ્યાંગોના સશક્તિકરણ માટે 'વોકલ ફોર લોકલ' યોજના હેઠળ રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ અનોખી પહેલ હાથ ધરી છે. હર્ષ સંઘવીએ દિવ્યાંગોએ બનાવેલા દીવડાનું વેચાણ કરાવી તેમને પગભર કરવા પ્રયત્ન હાથ ધર્યા હતા.

સુરત : દિવ્યાંગોના સશક્તિકરણ માટે ‘વોકલ ફોર લોકલ’ યોજના હેઠળ રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ અનોખી પહેલ હાથ ધરી છે. હર્ષ સંઘવીએ દિવ્યાંગોએ બનાવેલા દીવડાનું વેચાણ કરાવી તેમને પગભર કરવા પ્રયત્ન હાથ ધર્યા હતા. ગૃહ મંત્રી હર્ષ સંઘવીના આ સરાહનીય પગલાંને લોકો સારીરીતે બિરદાવી પણ રહ્યા છે.

ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ તેમના કાર્યાલય બહાર સ્ટોલ શરુ કરાવ્યો છે. સુરતીઓ પણ હર્ષ સંઘવીની ઝુંબેશમાં ઉત્સાહ સાથે જોડાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો દિવ્યાંગ દ્વારા તૈયાર કરાયેલા દીવડા ખરીદી રહ્યા છે. દિવ્યાંગોએ બનાવેલા દીવડા ખુબ સુંદર હોવાનો ખરીદારોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">