સુરત : સચિન GIDCની એથર કંપનીમાં આગ ઉપર કાબુ મેળવાયો, ઇજાગ્રસ્તોની સંખ્યા 20 સુધી પહોંચી, જુઓ વિડીયો
સુરતઃ સચિન GIDCની કંપનીમાં આગની ઘટના પર ભારે જહેમત બાદ કાબુ મેળવી લેવાયો છે. એથર કંપનીના સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી. ઘટનામાં પ્રારંભે 10 ઈજાગ્રસ્ત હોસ્પિટલ ખસેડાયા હતા. બાદમાં ઇજાગ્રસ્તોની સંખ્યા 20 સુધી પહોંચી હતી.

કંપનીના પ્લાન્ટમાં સ્ટોરેજ ટેન્કમાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ લાગતા 20 કારીગરો દાઝી ગયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે. સુરતના ફાયર બ્રિગેડની ટીમે કંપનીના પ્લાન્ટમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કંપની સત્તાધીશો તરફથી હજુ કોઈ પણ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. કંપની સામે કામદારોમાં રોષ પણ જોવા મળ્યો હતો.
ઘટનાની પોલીસ સાથે જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા સ્વતંત્ર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા