Surat : ધોધમાર વરસાદમાં પણ શહેરને સ્વચ્છ રાખનારા મહિલા સફાઈ કર્મીનું સી.આર. પાટીલે સન્માન કર્યું, જુઓ Video
સુરત જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે રેનકોટ અને છત્રી વગર શહેરના માર્ગોની સફાઈ કરતા મહિલા કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સુરત અને નવસારી લોકસભા વકીલ, શિક્ષક સંમેલનમા મહિલા સફાઈ કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું.
Surat: સુરતમાં(Surat) ધોધમાર વરસાદમાં પણ સુરત શહેરને સ્વચ્છ રાખનારા સફાઈ કર્મચારીનું(Health Worker) ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના(CR Paatil)હસ્તે સન્માન કરાયું હતું. જેમાં થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. જેમનું ભાજપના પ્રોગ્રામમાં સફાઇકર્મી મહિલાનું સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં સુરત જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે રેનકોટ અને છત્રી વગર શહેરના માર્ગોની સફાઈ કરતા મહિલા કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સુરત અને નવસારી લોકસભા વકીલ, શિક્ષક સંમેલનમા મહિલા સફાઈ કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું.
આ મહિલાનું સન્માન થતા કાર્યક્રમમાં હાજર સૌ કોઈએ જગ્યાએ ઊભા થઈ તાળીઓના ગડગડાટથી વધાવ્યા. ઘોઘમાર વરસાદ વચ્ચે માર્ગોની સફાઈ કરતા મહિલા કર્મચારીનો વિડીયો વાયરલ થયો હતો. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ મહિલા સફાઈ કર્મીનો વિડીયો શેર કર્યો હતો.
જેમાં મહિલા કર્મચારીનો વિડીયો વાયરલ થયા બાદ તેમની કર્મનિષ્ઠાને બિરદાવતા સી. આર. પાટીલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સીઆર પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા સંમેલનમા મંત્રી મુકેશ પટેલ સહીત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો અને વકીલો હાજર રહ્યા તમારે સફાઇ કર્મી જાગૃતીબેન મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હું સિવિલ ચાર રસ્તા નજીક સફાઈ કરી હતી વરસતા વરસાદમાં ત્યારે કોઈકે મારો વિડીયો ઉતાર્યો અને તે વિડીયો વાયરલ થયો હતો ત્યારે મને ખબર પડી કે મારો વિડિયો વાયરલ થયો છે અને લોકો મને બિરદાવી રહ્યા છે.
સુરત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
