Gujarati Video : શેલા ગામ તથા આસપાસના વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા, 300થી પણ વધુ બંગ્લોઝના પરિવારો ચિંતાતુર
દર વર્ષે ચોમાસામાં (Monsoon 2023 ) આ પ્રકારની સ્થિતિનુ નિર્માણ થાય છે. શેલા ખાતે આવેલા સમત્વ બંગલોઝમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેના કારણે 300થી પણ વધુ બંગ્લોઝના પરિવારો ચિંતાતુર બન્યા છે.
Ahmedabad : અમદાવાદમાં વરસાદ (Rain ) રોકાયાના ઘણાં કલાકો બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી યથાવત જોવા મળી રહ્યુ છે. શેલા ગામ તથા આસપાસના વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાયા છે. દર વર્ષે ચોમાસામાં (Monsoon 2023 ) આ પ્રકારની સ્થિતિનુ નિર્માણ થાય છે. શેલા ખાતે આવેલા સમત્વ બંગલોઝમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જેના કારણે 300થી પણ વધુ બંગ્લોઝના પરિવારો ચિંતાતુર બન્યા છે. સોસાયટીનો મુખ્ય પ્રવેશ દ્વારમાં જ પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કરોડોના ખર્ચે લીધેલા મકાનોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે વરસેલા વરસાદને લઈને આ સોસાયટીમાં ભારે પાણી ભરાયા છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
