સુરત : 4 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારનાર સામે 13 દિવસમાં 400 પેજની ચાર્જશીટ તૈયાર કરાઈ, જુઓ વીડિયો
સુરત: ચોકબજારમાં 4 વર્ષીય બાળકીનું ચોકલેટની લાલચે અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં સુરત પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડી તેની વિરુદ્ધ ચાર્જશીટ પામ તૈયાર કરી નાખી છે . આરોપીને વહેલી તકે અને દાખલારૂપ સજા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે.

પોલીસ સૂત્રો અનુસાર 27 વર્ષીય આરોપી અંકિત ગૌતમ વિરુદ્ધ ઝડપથી અદાલતની કાયદાકીય કાર્યવાહી ચલાવી શકાય તે માટે ચોક બજાર પોલીસે માત્ર 13 દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. પોલીસે અદાલત સમક્ષ આ ઘટનાનો કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચાલે તે માટે પણ અપીલ કરી છે. પોલીસેનીવેદનો સાથે FSL પાસે કરાયેલા ટેસ્ટનાં વિવિધ સેમ્પલ્સના રિપોર્ટને પણ પુરાવા તરીકે મૂક્યા છે.