Ahmedabad : ગોદરેજ ગાર્ડન સિટીમાં મહિલાના મોતનું રહસ્ય ખુલ્યુ, ગૂંગળામણથી મોત થયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો

TV9 GUJARATI

|

Updated on: Jan 24, 2023 | 9:48 AM

ચાર દિવસ પહેલા ગોદરેજ ગાર્ડન સિટીના ઈડન ફ્લેટના ચોથા માળે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પત્નીએ છરી વડે પતિ પર હુમલો કર્યો હતો બાદમાં પોતાના ગળા અને હાથ પર છરી ફેરવી દઈ ગેસનું બર્નર ખોલીને આગ લગાડી હતી. જેમાં પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ.

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં મહિલાના મોતનું રહસ્ય ખુલ્યું છે. હત્યા કે આત્મહત્યા નહીં પરંતુ ગૂંગળામણથી મહિલાનું મોત થયાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે. મહત્વનું છે કે ચાર દિવસ પહેલા ગોદરેજ ગાર્ડન સિટીના ઈડન ફ્લેટના ચોથા માળે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પત્નીએ છરી વડે પતિ પર હુમલો કર્યો હતો બાદમાં પોતાના ગળા અને હાથ પર છરી ફેરવી દઈ ગેસનું બર્નર ખોલીને આગ લગાડી હતી. જેમાં પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ.

પતિ પર હુમલો કરી ગેસબર્નર ખોલીને લગાડી હતી આગ

જે બાદ પતિએ ઠંડા કલેજે હત્યા કરી કે પછી પત્નીએ આત્મહત્યા કરી તે દિશામાં પોલીસની તપાસ ચાલી રહી હતી. જોકે બાદમાં પોલીસે તપાસ કરતા ગૂંગળામણથી મોત થયાનું અનુમાન લગાવાયું હતુ. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ગૂંગળામણથી મોત થયાની હકીકત સામે આવી છે.

આપને જણાવી દઈએ કે, મૂળ આગ્રાના રહેવાસી અનિલ બધેલ અને તેના પત્ની અનિતા બધેલ 2017માં ગોદરેજ ગાર્ડન સીટી રહેવા આવ્યા હતા. અનિલ બધેલ જાપાનની ટેરો પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. અનિલ અને અનિતાને બે સંતાનો છે જેમાથી પુત્રી ધોરણ 6માં અભ્યાસ કરે છે જ્યારે પુત્ર ધોરણ 8 માં અભ્યાસ કરે છે.

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati