AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાટણ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી

પાટણ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 6:31 AM
Share

નવા વર્ષમાં સૌ કોઈ નવો સંકલ્પ લે છે ત્યારે કોલેજના વિદ્યાર્થીઓએ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સેવા કરી પોતાના માતા-પિતાની જીવનભર સેવા કરવાનો સંકલ્પ લીધો.

PATAN : પાટણ આર્ટ્સ કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થીઓ સાથે દિવાળીની અનોખી રીતે ઉજવણી કરી.કોલેજના સમાજશાસ્ત્રના પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ વૃદ્ધાશ્રમમાં દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી.. નવા વર્ષમાં સૌ કોઈ નવો સંકલ્પ લે છે ત્યારે કોલેજના વિદ્યાર્થીઓએ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સેવા કરી પોતાના માતા-પિતાની જીવનભર સેવા કરવાનો સંકલ્પ લીધો. ચાણસ્મા-પાટણ વચ્ચે ખીમીયાણા ગામ નજીક આવેલા વૃદ્ધાશ્રમમાં વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવાનો પણ સંકલ્પ લીધો.

આ અંગે સેમેસ્ટર-5ની એક વિદ્યાર્થીનીએ કહ્યું કે તેઓએ વૃદ્ધાશ્રમમાં દિવાળી અને નવા વર્ષની ઉજવણી એટલા માટે કરી કે તેઓ જાણવા માંગતા હતા કે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો કેવી રીતે જીવન જીવી રહ્યાં છે. આ વિદ્યાર્થીનીએ કહ્યું કે વૃદ્ધાશ્રમની મુલાકાતે આવેલા તમામ વિદ્યાર્થીઓએ એક સંકલ્પ પણ લીધો છે. આ વિદ્યાર્થીનીએ કહ્યું, “આજે અમે 25 લોકોએ સંકલ્પ લીધો છે અને અમને જોઇને અન્ય લોકો પણ સંકલ્પ લે એ હેતુ છે.”

તો સેમેસ્ટર-5ના વિદ્યાર્થીઓને લઈને આવેલા અધ્યાપક ડો.રવિ રાવે કહ્યું કે તેઓ ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમની મુલાકાતે આવ્યાં છે. અધ્યાપકે કહ્યું કે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે વિદ્યાર્થીઓને એ પ્રેક્ટીકલ જ્ઞાન મળે કે વૃદ્ધાશ્રમમાં જીવતા વૃદ્ધોનું જીવન કેવું છે અને તેઓ કેવા પ્રકારનું જીવન જીવી રહ્યાં છે એ બતાવવું, એના ભાગ બનવું અને આવનાર સમાજમાં આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એ અમારો હેતુ હતો.

આ પણ વાંચો : MUKESH AMBANIના લંડનના નવા ઘરની વાત નીકળી અફવા, રિલાયન્સે સ્પષ્ટતા કરી અફવાનું ખંડન કર્યું

આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનું યુવાનોને આહ્વાન, કૃષિ સ્ટાર્ટઅપ થકી બનાવો ઉજ્જવળ ભવિષ્ય

g clip-path="url(#clip0_868_265)">