MUKESH AMBANIના લંડનના નવા ઘરની વાત નીકળી અફવા, રિલાયન્સે સ્પષ્ટતા કરી અફવાનું ખંડન કર્યું

Mukesh Ambani New House: ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે લંડનમાં સ્થાયી થયા હોવાના અહેવાલ હતા. પરંતુ તે અહેવાલને RIL દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે.

MUKESH AMBANIના લંડનના નવા ઘરની વાત નીકળી અફવા, રિલાયન્સે સ્પષ્ટતા કરી અફવાનું ખંડન કર્યું
RIL said Report of Mukesh Ambani and family planning to reside in London's Stoke Park baseless
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 11:20 PM

MUMBAI : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)એ મુકેશ અંબાણી (Mukesh Ambani)ના લંડન (London)માં સ્થાયી થવાના સમાચારને પાયાવિહોણા અને સત્યથી વેગળા બતાવ્યા છે. અટકળો લગાવવામાં આવી રહી હતી કે મુકેશ અંબાણી પરિવાર સાથે લંડનના સ્ટોક પાર્ક (Stoke Park)માં પોતાનું બીજું ઘર સેટલ કરવા જઈ રહ્યા છે. કંપનીએ આ અટકળોને ગેરવાજબી અને ભ્રામક ગણાવી છે.

તાજેતરમાં, એક અખબારે અંબાણી પરિવારની લંડનના સ્ટોક પાર્કમાં આંશિક રીતે સ્થાયી થવાની યોજના વિશે અહેવાલ આપ્યો હતો. કંપનીએ આ વાતને તથ્યહીન હોવાનું જણાવ્યું છે. સમાચાર પ્રકાશિત થયા પછી આ અટકળોની સોશિયલ મીડિયા પર પણ વ્યાપક ચર્ચા થઈ હતી. જેના પરિણામે રિલાયન્સે એક સત્તાવાર નિવેદન જાહેર કહીને આ અફવાનું ખંડન કર્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રિલાયન્સે અફવાનું ખંડન કર્યું સત્તાવાર નિવેદનમાં, કંપનીએ કહ્યું છે કે “રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સ્પષ્ટ કરવા માંગે છે કે ચેરમેન અને તેમનો પરિવાર લંડન અથવા વિશ્વના અન્ય કોઈ ખૂણામાં સ્થાનાંતરિત થશે અથવા રહેશે એવી કોઈ યોજના નથી. રિલાયન્સ ગ્રુપની RIIHL એ લંડનમાં સ્ટોક-પાર્ક એસ્ટેટ ખરીદી છે અને હેરિટેજ પ્રોપર્ટીને ગોલ્ફિંગ અને સ્પોર્ટિંગ રિસોર્ટમાં રૂપાંતરિત કરવાની યોજના ધરાવે છે.

આ સાથે જ કંપનીએ જણાવ્યું હતું કે અધિગ્રહણ જૂથના ઝડપથી વિકસતા ગ્રાહક વ્યવસાયમાં ઉમેરો કરશે. આ સાથે, તે વૈશ્વિક સ્તરે ભારતના પ્રખ્યાત હોસ્પિટાલિટી ઉદ્યોગનું પણ વિસ્તરણ કરશે.

રિલાયન્સનું સત્તાવાર નિવેદન 

અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો હતો અગાઉ મિડ-ડેના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે હવે અંબાણીનું બીજું ઘર લંડનમાં હશે. અહેવાલમાં લખ્યું હતું કે મુકેશ અંબાણીએ સ્ટોક પાર્ક, બકિંગહામશાયર, લંડનમાં 300 એકરની મિલકત ખરીદી છે, જ્યાં તેઓ તેના પરિવાર સાથે સ્થાયી થશે.

અહેવાલ મુજબ, જ્યારે અંબાણીએ લોકડાઉન અને રોગચાળા દરમિયાન અલ્ટામાઉન્ટ રોડ પરના તેમના વૈભવી ઘર એન્ટિલિયામાં મોટાભાગનો સમય પસાર કર્યો, ત્યારે પરિવારને સમજાયું કે તેમને બીજા ઘરની જરૂર છે. તેથી તેણે લંડનમાં ઘર બનાવવાનું નક્કી કર્યું. જે માટે અંબાણીએ આ પ્રોપર્ટી આ વર્ષની શરૂઆતમાં 592 કરોડ રૂપિયામાં ખરીદી હતી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેઓએ તેમની જરૂરિયાતો અનુસાર તેમાં ફેરફાર કરવાનું શરૂ કરી દીધું છે.

રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્ટોક પાર્ક પ્રોપર્ટીમાં મેડિકલ ફેસિલિટી, અન્ય લક્ઝરી વસ્તુઓની સાથે 49 બેડરૂમ હશે. આ વર્ષે દિવાળી માટે આખો પરિવાર પણ તેમના નવા ઘરે રહેવા ગયો હતો. તેઓ સામાન્ય રીતે તેમના મુંબઈના હાઈ-ટાવર ‘એન્ટીલિયા’માં દિવાળી ઉજવે છે. દિવાળીની ઉજવણી કર્યા બાદ અંબાણી ભારત પાછા ફરશે અને આવતા વર્ષે એપ્રિલમાં તેમની યુકેની હવેલીમાં પાછા ફરશે, જ્યારે આખું ઘર સ્થાયી થઈ જશે. જો કે રિલાયન્સે સત્તાવાર નિવેદન જાહેર કરીને આ તમામ બાબતોનું ખંડન કર્યું છે.

આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનું યુવાનોને આહ્વાન, કૃષિ સ્ટાર્ટઅપ થકી બનાવો ઉજ્જવળ ભવિષ્ય

આ પણ વાંચો : કોવેક્સિન માટે WHO ની મંજૂરી મળવી એ ગર્વની ક્ષણ, કોવિડ અને પ્રદૂષણથી બચવા માટે માસ્ક જરૂરી: ડૉ. રણદીપ ગુલેરિયા

g clip-path="url(#clip0_868_265)">