Kheda: ખેડાના ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારા બાદ પોલીસનો મોટો કાફલો ખડકવામાં આવ્યો, જુઓ Video
શ્રાવણ મહિનાની અમાસને લઈ ખેડાના ઠાસરા ગામે શિવજીની યાત્રા નિકળી હતી. આ દરમિયાન ઠાસરામાં શિવજીની યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ એસપી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને ફુટ પેટ્રોલીંગ પોલીસ દ્વારા કરવામાં આવ્યુ છે. પોલીસે પથ્થરમારો કરવાની ઘટનાને લઈ હવે ફરિયાદ નોંધાવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ MLA પીસી બરંડાની પત્નિને બંધક બનાવી 9.40 લાખની મત્તાની લૂંટની ફરિયાદ
પોલીસ દ્વારા હાલમાંતો સ્થિતિ શાંતિમય બને એ માટે પ્રયાસ કરવામા આવ્યો છે. ખેડા જિલ્લામાંથી ઠાસરાથી નજીકના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને બંદોબસ્ત માટે બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લાની અલગ અલગ ટીમો અને હેડક્વાર્ટરની પોલીસ પણ બંદોબસ્ત માટે ખડકવામાં આવ્યો છે. પોલીસે પથ્થરમારો કરનારા તત્વોને ઝડપવા માટે અલગ અલગ સોશિયલ મીડિયાના એકાઉન્ટને ચકાસી રહી છે. જેમાંથી ઓળખ કરીને આવા તત્વોને ઝડપી લેવા માટે કોમ્બીંગ કરવામાં આવશે.