Rajkot Video : જસદણના ભડલી ગામે SOGની તવાઈ, શંકાસ્પદ ખાદ્ય તેલના 43 ડબ્બા ઝડપાયા, એકની ધરપકડ
રાજકોટના જસદણમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતું હોવાનું સામે આવ્યું છે. રાજકોટના જસદણના ભડલી ગામેથી શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયો છે. બાતમીને આધારે ભડલી ગામે ગ્રામ્ય SOGની ટીમ ત્રાટકી હતી.અને તપાસ કરતા શંકાસ્પદ ખાદ્ય તેલના 43 ડબ્બા મળી આવ્યાં હતા. જેથી પોલીસે આરોપી સાજીદ રહીમ પોપટીયા નામના શખ્સની ધરપકડ કરી છે.
Rajkot : રાજકોટના જસદણમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતું હોવાનું સામે આવ્યું છે. રાજકોટના જસદણના ભડલી ગામેથી શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયો છે. બાતમીને આધારે ભડલી ગામે ગ્રામ્ય SOGની ટીમ ત્રાટકી હતી.અને તપાસ કરતા શંકાસ્પદ ખાદ્ય તેલના 43 ડબ્બા મળી આવ્યાં હતા. જેથી પોલીસે આરોપી સાજીદ રહીમ પોપટીયા નામના શખ્સની ધરપકડ કરી છે.
સાથે જ આરોપી પાસેથી કુલ 1 લાખ 16 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એટલું જ નહીં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ તેલના નમૂના લઇ તપાસ માટે મોકલ્યાં છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી રહેણાંક મકાનમાં તેલનો જથ્થો રાખતો હતો અને ત્યારબાદ તેનું વેચાણ કરતો હતો.
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
