AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ચોંકાવનારો કિસ્સો! માત્ર 10 વર્ષની બાળકીના એક તરકટે આખા શહેરની પોલીસને કરી દોડતી, માતાપિતા માટે ચેતવણીરૂપ ઘટના, જુઓ Video

રાજકોટમાં ધોળા દિવસે પોપટપરા વિસ્તારમાંથી 2 બાળકીઓના અપહરણના સમાચારે આખા શહેરની પોલીસને દોડતી કરી દીધી હતી, પોલીસ કમિશનર,જેસીપી,ડીસીપી સહિતના અધિકારીઓ હરકતમાં આવ્યા અને શહેરભરમાં પોલીસ દ્વારા નાકાબંધી પણ કરવામાં આવી, પરંતુ પોલીસ તપાસ અને સીસીટીવીના આધારે જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો

Rajkot: ચોંકાવનારો કિસ્સો! માત્ર 10 વર્ષની બાળકીના એક તરકટે આખા શહેરની પોલીસને કરી દોડતી, માતાપિતા માટે ચેતવણીરૂપ ઘટના, જુઓ Video
Ronak Majithiya
| Edited By: | Updated on: Sep 15, 2023 | 4:40 PM
Share

માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો રાજકોટમાં બન્યો છે. આ ઘટનામાં અપહરકણની વાત સામે આવી હતી. જોકે આ ઘટનામાં સામે આવ્યું છે કે હકીકતમાં આવી અપહરણની કોઈ ઘટના જ નથી બની. જોકે આ તરકટ આ માત્ર 10 વર્ષની બાળકીએ મામૂલી કારણ માટે રચ્યું હતું. શા માટે બાળકીએ આવું તરકટ રચ્યું અને કંઈ રીતે તેનો ગણતરીની કલાકમાં ખુલાસો થયો તે પણ ઘટના જાની તમે ચોંકી જશો.

ટ્યુશનમાં ન જવું હોવાથી બાળકીએ રચ્યું પોતાના અપહરણનું તરકટ

રાજકોટના પોપટપરા વિસ્તારમાં મેઈન રોડ પરથી સવારે 9 વાગ્યા આસપાસ 2 બાળકીના અપહરણનો પોલીસને કોલ મળ્યો અને ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને સીસીટીવી સહિતની તપાસમાં લાગી ગયો,અપહરણકર્તાઓએ ઉતારી દીધી હોવાનું પોલીસને જણાવવામાં આવ્યું હતું.

આ બાળકીને અપહરણકર્તાઓએ રસ્તા પર ઉતારી દીધી હોવાનું જણાવતા તે બાળકીને સાથે રાખીને પોલીસે સીસીટીવી સહિતની તપાસ હાથ ધરી હતી જેમાં પૂછપરછમાં બાળકીએ પોલીસને જણાવ્યું કે કાળા કાચની કારમાં 3 જેટલા શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું. પરંતુ તેણે બૂમાબૂમ કરતા અપહરણકર્તાઓએ તેને ઉતારી કારમાંથી દીધી હતી. જ્યારે કારમાં અન્ય એક બાળકીનું પણ અપહરણ કર્યું હોવાનો આ 10 વર્ષીય બાળકીએ દાવો કર્યો હતો.

પોલીસે સીસીટીવીની સઘન તપાસ કરતા આ બાળકી દોડીને જતી જોવા મળી, પરંતુ કોઈ કાર આ સીસીટીવીમાં જોવા મળી નહિ અને બીજી તરફ જે અન્ય બાળકીનું અપહરણ થયાની વાત આ બાળકી કરી રહી છે તેના કોઈ માતા પિતા પણ પોતાની બાળકી ગુમ થઈ છે તેવી કોઈ ફરિયાદ લઈને આવ્યા નહોતા,જેથી પોલીસે આ બાળકીને ફોસલાવીને ઉલટ તપાસ કરતા બાળકીએ કબૂલ્યું કે તેને ટ્યુશનમાં ન જવું હોવાથી તે ખોટું બોલી હતી કે તેનું અપહરણ થયું હતુ.

બાળકીએ કરેલા આ ખુલાસાથી પોલીસ અને તેના માતાપિતા તમામ લોકો ચોંકી ગયા હતા.કારણ કે માત્ર 10 વર્ષની બાળકી કંઈ રીતે આવું તરકટ રચી શકે? તે વિચારવા માટે પણ મજબૂર થયા હતા. બાળકીના આ એક તરકટે શહેરભરની પોલીસને દોડતી કરી હતી. જ્યારે હકીકતનો ખુલાસો થતાં પોલીસે રાહતનો શ્વાસ પણ લીધો હતો.

મોબાઈલ,ઈન્ટરનેટ અને ટીવીના બાળકોમાં વધુ પડતાં ઉપયોગથી બને છે આવા કિસ્સા

જ્યારે ટીવી9 દ્વારા આ માગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના બાદ ડૉ યોગેશ જોગસણ સાથે વાત કરીને તો તેમણે આ અંગે એક મહત્વની વાત કરી. તેમણે જણાવ્યું કે કોઈપણ બાળક આવી વસ્તુ માત્ર પોતાના વિચારોથી ન કરી શકે,બાળકો કઈક વસ્તુ જોવે અથવા સાંભળે તેનું તેઓ અનુકરણ કરે છે.

બાળક તેને થતી સમસ્યામાંથી તે જ્યારે પ્રયત્ન કરવા છતાં બહાર નથી આવી શકતું ત્યારે તે આવા બહાના કરતુ હોય છે. બીજું સૌથી મહત્વનું કારણ એ છે કે હાલના યુગમાં મોબાઈલ,ઈન્ટરનેટ અને રિલ્સ જોવાનું પ્રમાણ ખૂબ વધ્યું છે અને આ પ્રમાણ બાળકોમાં પણ ખૂબ છે.

આ પણ વાંચો : દાહોદથી આણંદ જતી મેમુ ટ્રેનમાં લાગી આગ, ફર્સ્ટ કલાસનો ડબ્બો આગની ચપેટમાં, જુઓ Video

બાળકો આ મોબાઈલમાં આ પ્રકારના વિડિયો જોવે છે તેમાંથી તેને આવા વિચારો આવે છે,આ ઉપરાંત ટીવીમાં આવતી સિરિયલો અને ફિલ્મોમાં આ પ્રકારની ઘટનાઓ બાળક જોતું હોય છે તેમાંથી તે આવા કૃત્યો શીખે છે.જેથી આ કિસ્સો એવા માતાપિતા માટે એક ગંભીર ચેતવણીરૂપ છે જેના બાળકો મોબાઇલનો ખૂબ જ ઉપયોગ કરે છે અથવા ટીવી ખૂબ જ જોવે છે.

કારણ કે આજના કિસ્સા પહેલા પણ અનેક એવા કિસ્સા જોવા મળ્યા છે જેમાં 10 વર્ષ આસપાસની ઉંમરના બાળકોએ મોબાઈલ વિડિયો અથવા ટીવી સીરીયલ્સથી પ્રેરાઈને આત્મહત્યા કરી હોય અથવા બીજા કોઈ ગુનાને અંજામ આપ્યો હોય.આજે ફરી એકવાર આવી ચેતવણીરૂપ ઘટના બની છે.જેથી માતાપિતાએ અમુક ઉંમર સુધી પોતાના બાળકોને મોબાઈલ,ઈન્ટરનેટ અને ટીવીથી દૂર રાખવા જરૂરી બન્યું છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">