Gir Somnath : મૂળ દ્વારકા ગામે ઝડપાયો બોગસ ડોક્ટર, દવાઓ સહિત 8 હજારનો મુદ્દામાલ પોલીસે કર્યો કબજે, જુઓ Video
રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી નકલીની વણઝાર લાગી છે. ત્યારે વધુ એક વખત રાજ્યમાંથી નકલી ડોકટર ઝડપાયો છે. ગીર સોમનાથના મૂળ દ્વારકા ગામે બોગસ ડોકટર ઝડપાયો છે. જિલ્લા SOGએ બોગસ ડોક્ટરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી નકલીની વણઝાર લાગી છે. ત્યારે વધુ એક વખત રાજ્યમાંથી નકલી ડોકટર ઝડપાયો છે. ગીર સોમનાથના મૂળ દ્વારકા ગામે બોગસ ડોકટર ઝડપાયો છે. જિલ્લા SOGએ બોગસ ડોક્ટરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ડિગ્રી વગર એલોપેથીક પ્રેક્ટિસ કરતો હોવાનો ખુલાસો થયો છે. દવાઓ સહિત 8 હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
ઉલ્લેખનીય છે કે મૂળ દ્વારકા ગામે ડિગ્રી વગર વ્યક્તિ એલોપેથીક પ્રેક્ટિસ કરતો હોવાનો ખુલાસો થયો છે. ગામમાંથી બોગસ ડોક્ટરને ત્યાં દરોડા પાડી તેની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે તેના દવાખાનામાં રાખવામાં આવેલી દવા સહિત 8 હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. જો કે બોગસ ડોકટર કેટલાક સમયથી પ્રેકિટસ કરી રહ્યો હતો તે અંગે કોઈ પણ પ્રકારની સચોટ માહિતી પ્રાપ્ત થઈ નથી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
