Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાયો છે. ત્યારે મોરબીમાંથી વધુ એક વાર ગાંજાનો જથ્થો ઝડપાયો છે. મોરબીના બંધુનગરમાં ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો છે. બાપા સીતારામ કોમ્પલેક્સની દુકાનમાં ગાંજો મળ્યો છે.
ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાયો છે. ત્યારે મોરબીમાંથી વધુ એક વાર ગાંજાનો જથ્થો ઝડપાયો છે. મોરબીના બંધુનગરમાં ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો છે. બાપા સીતારામ કોમ્પલેક્સની દુકાનમાં ગાંજો મળ્યો છે. જ્યાકે 1.26 કિલો ગાંજો, એક મોબાઈલ, ડિજિટલ વજન કાંટો સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવ્યા છે. અકિલ ઉર્ફ અલ્ફેઝ માણકિયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવ્યો છે. SOGએ બાતમીના આધારે દરોડા પાડીને ગાંજાનો છોડ ઝડપી પાડ્યો હતો.
એરપોર્ટ પરથી ઝડપાયો હતો 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો
બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પરથી 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો હતો.DRIએ 37 કિલો જેટલો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો હતો. બેંગકોકથી આવેલા 4 ભારતીય પ્રવાસીઓ પાસેથી ગાંજો ઝડપાયો હતો. ખાણીપીણીનાં પેકિંગમાં હાઈબ્રીડ ગાંજાની હેરફેર કરતા હોવાનું સામે આવ્યું હતું.આ અગાઉ 20 એપ્રિલ પણ અમદાવાદ એરપોર્ટ ઉપર 17 કિલોહાઇડ્રોપોનિક ડ્રગ્સ એટલે કે હાઇબ્રીડ ગાંજો ઝડપાયો હતો. છેલ્લા 10 દિવસમાં બીજીવાર અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો.