રાજકોટના બિસમાર રસ્તા બાબતે tv9 એ સવાલ કરતા મનપાના સત્તાધિશો કેમેરા સામેથી મોં છુપાવી ભાગતા જોવા મળ્યા- જુઓ Video
રાજકોટમાં બિસ્માર રસ્તા અંગે પદાધિકારીઓ મૌન સેવી રહ્યા છે. એક પણ પદાધિકારી બિસ્માર રસ્તા અંગે બોલવા તૈયાર નથી. tv9 સમક્ષ પદાધિકારીઓએ બોલવાનો ઇનકાર કર્યો. મેયરથી લઈને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનનું પણ મૌન સેવી રહ્યા છે. ત્યારે સમસ્યા સાંભળવાનો દાવો કરનારા પદાધિકારીઓ મૌન કેમ છે તે સવાલ છે. ખાડા રાજથી પ્રજા ત્રસ્ત તો બીજી બાજુ પદાધિકારીઓ કામમાં વ્યસ્ત છે.
એક તરફ રાજકોટમાં બિસ્માર અને ઉબડખાબડ રસ્તાઓને કારણે વાહનચાલકોમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે tv9ની ટીમે મનપા કચેરીએ જઈને રજૂઆત કરી. તો મેયર નૈનાબેન પટેલડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા સહિત સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે મૌન ધારણ કરી લીધું. કામમાં વ્યસ્ત હોવાનું કહીને કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો. હવે મનપાના અધિકારીઓ પ્રજાની સમસ્યા નહીં સાંભળે તો કોણ સાંભળશે? સવાલ એ પણ છે કે હવે આ ખાડા રાજથી પ્રજાને કોણ છુટકારો અપાવશે?
રાજકોટ શહેરમાં પ્રથમ વરસાદમં જ રાજકોટ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે. શહેરના એક પણ એવો રસ્તો નથી કે જ્યાં લોકો સારી રીતે ચાલી શકે. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો છે તેમના પેટનું પાણી હલી રહ્યું નથી. આ અંગે જ્યારે tv9ની ટીમ દ્વારા મેયર નૈનાબેનનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેઓ આ અંગે કેમેરા સામે કંઈપણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે. તેઓ અત્યારે અરજદારો છે તેમને તેઓ સાંભળી રહ્યા છે તેઓ દાવો કરી રહ્યા છો જ્યારે રોડ રસ્તાને લઈને તેઓ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે.
બીજી તરફ tv9 ની ટીમે રાજકોટના જે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાની ચેમ્બરમાં જવાનો પ્રયત્ન કર્યો તો પરંતુ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહે દાવો કર્યો કે તેઓ તેમની ચેમ્બરમાં હાજર નથી,બહાર છે. વિચારો હાજર હોવા છતા જનતાની સમસ્યા સાંભળવા માટે હાજર નથી. ત્યારે સવાલ એ છે કે માધાપર ચોકડી વિસ્તાર તેમના મત વિસ્તારમાં આવતો વિસ્તાર છે અને એ વિસ્તારમાં પણ રસ્તા પરના ખાડાથી લોકો પરેશાન છે. રાજકોટ શહેરનો સૌથી વધુ ખાડાગ્રસ્ત વિસ્તાર માધાપર ચોકડી વિસ્તાર જ છે અને ડે.મેયર તેમના વિસ્તારની આ સમસ્યા વિશે કેમેરા સામે કંઈ બોલવા તૈયાર નથી.
tv9 સંવાદદાતાએ જ્યારે રાજકોટના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરની ચેમ્બરમાં જવાનો પ્રયત્ન કર્યો તો તેમને કહેવામાં આવ્યું કે રોડ રસ્તાના પ્રશ્નનું સમાધાન થશે પરંતુ અત્યારે અરજદારો સાથે વ્યસ્ત છે અને કેમેરા સામે કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો.
ટૂંકમાં રાજકોટના રસ્તાઓની હાલત અત્યંત કફોડી છે પરંતુ મહાનગરપાલિકાના એક પણ સત્તાધીશ છે તે કેમેરા સામે કંઈપણ બોલવા તૈયાર નથી. મેયર એવું કહી રહ્યા છે કે તેઓ હવે રોડ રસ્તાના ઇન્ટરવ્યુ આપીને થાકી ગયા છે. સવાલ એવો થઈ રહ્યો છે કે જો રાજકોટ મહાનગરપાલિકાના મેયરને રોડ રસ્તાના ઇન્ટરવ્યુ આપીને થાકી ગયા છે તો આ રોડ રસ્તાનું સમારકામ કેમ નથી થતું તે એક મોટો સવાલ છે. એક પણ પદાધિકારી કેમેરા સામે કંઈપણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે ત્યારે સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે રાજકોટવાસીઓ દરરોજ પીડાઈ રહ્યા છે. વરસાદી પાણીનો ભરાવ થવાન કારણે વાહનો બંધ પડી રહ્યા છે. રોડ રસ્તાની હાલત બિસ્માર છે ત્યારે તેના માટે જવાબદાર કોણ? શું પ્રજાએ તેમને ચૂંટીને મોકલ્યા છે તો માત્ર કંઈપણ બોલવાનો ઇનકાર કરવા માટે પહોંચી રહ્યા છે. શા માટે તેઓ મીડિયાના સવાલોથી ભાગી રહ્યા છે તે એક મોટો સવાલ છે. જોવાનું રહેશે કે તંત્ર ક્યારે જાગે છે અને રાજકોટવાસીઓને યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાશે કેમ તે પણ એક મોટો સવાલ છે.