Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શામળાજીમાં ગુરુ પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ ઉમટી, લક્ષદ્વીપ પ્રશાસક પ્રફુલ પટેલે કર્યા દર્શન, જુઓ વીડિયો

શામળાજીમાં ગુરુ પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ ઉમટી, લક્ષદ્વીપ પ્રશાસક પ્રફુલ પટેલે કર્યા દર્શન, જુઓ વીડિયો

| Updated on: Jul 21, 2024 | 6:05 PM

યાત્રાધામ શામળાજીમાં રવિવારે ગુરુ પૂર્ણિમાને લઈ ભક્તોની મોટી સંખ્યામાં ભીડ વહેલી સવારથી ઉમટી હતી. ગુરુ પૂર્ણિમાને લઈ શામળિયા ભગવાનને સુંદર સુવર્ણ શણગાર સજવામાં આવ્યો હતો. લક્ષદ્વીપ અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલ પણ શામળાજી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા.

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં રવિવારે ગુરુ પૂર્ણિમાને લઈ ભક્તોની મોટી સંખ્યામાં ભીડ વહેલી સવારથી ઉમટી હતી. ગુરુ પૂર્ણિમાને લઈ શામળિયા ભગવાનને સુંદર સુવર્ણ શણગાર સજવામાં આવ્યો હતો. ગુરૂ પૂર્ણિમાએ ગુરૂ અને આરાધ્ય દેવના દર્શનનુંવિશેષ મહત્વ હોય છે.

લક્ષદ્વીપ અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલ પણ શામળાજી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. પ્રફુલ પટેલ સાથે અરવલ્લી અને સાબરકાંઠાના રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રફુલ પટેલે લોક કલ્યાણ અર્થે અને સારા ચોમાસા માટે ભગવાન શામળીયાને પ્રાર્થના કરી હતી.

 

આ પણ વાંચો: પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલ પહોંચ્યા, થોડીવારમાં જ પરત ફર્યા, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 21, 2024 06:05 PM
g clip-path="url(#clip0_868_265)">