જુઓ ભાજપ સરકારનો પારદર્શક ભ્રષ્ટાચાર ! હપ્તાખોરી-ભ્રષ્ટાચારને લીધે ગાંધીનગરમાં પણ ખાડારાજ: શક્તિસિંહ
ગાંધીનગર એ પ્લાન્ડ સિટી અને પ્લાનિંગ સાથે બનેલુ શહેર છે. ગાંધીનગરના જાહેર માર્ગોની સ્થિતિ પહેલા આવી ક્યારેય નથી થઈ. વરસાદથી ખાડારાજ સર્જાવા પાછળ હપ્તાખોરી અને ભ્રષ્ટાચાર જવાબદાર છે. કોન્ટ્રાક્ટના વર્ક ઓર્ડર આપતા પહેલા જ ભ્રષ્ટાચારની ટકાવારી નક્કી થઈ જાય છે કે, કેટલા ટકા રકમ અધિકારીઓ કે પદાધિકારીઓને ચુકવશો.
ગાંધીનગરમાં પહેલા વરસાદમાં પડેલા ખાડા અને ભુવાઓ મુદે સાસંદ શક્તિસિંહ ગોહિલે, ભાજપ શાસિત મનપા અને રાજ્ય સરકાર ઉપર ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ કર્યો છે. ગાંધીનગરની હાલત દયનીય બની છે. રસ્તાઓ ઉપર વાહન ચલાવી ના શકાય એવી સ્થિત સર્જાઈ છે. વરસાદ પડતા જ ગાંધીનગરમાં સર્જાયેલા ખાડારાજ માટે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જવાબદાર છે. ભાજપના રાજમાં, ત્રણ- ત્રણ જગ્યાએ રૂપિયાનો વહિવટ થઈ રહ્યો છે.
ગાંધીનગર મહાનગરપાલિકા, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર એમ ત્રણ ત્રણ એન્જિનની સરકારમાં, વિકાસના કામોમાં ચૂકવાતા રૂપિયામાં ત્રણ જગ્યાએથી કટ મારવામાં આવે છે અને રૂપિયા ખવાય છે તેવો આક્ષેપ રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યો છે. તેમણે કહ્યું કે, હુ પણ ઘણા વર્ષો સુધી ધારાસભ્ય રહ્યો છું. ગુજરાત સરકારમાં પ્રધાન પણ રહ્યો છુ. પરંતુ ગાંધીનગર શહેરની આવી સ્થિતિ ક્યારેય જોઈ નથી.
ગુજરાતનુ પાટનગર ગાંધીનગર એ પ્લાન્ડ સિટી અને પ્લાનિંગ સાથે બનેલુ શહેર છે. ગાંધીનગરના જાહેર માર્ગોની સ્થિતિ પહેલા આવી ક્યારેય નથી થઈ. વરસાદથી ખાડારાજ સર્જાવા પાછળ હપ્તાખોરી અને ભ્રષ્ટાચાર જવાબદાર છે. કોન્ટ્રાક્ટના વર્ક ઓર્ડર આપતા પહેલા જ ભ્રષ્ટાચારની ટકાવારી નક્કી થઈ જાય છે કે, કેટલા ટકા રકમ અધિકારીઓ કે પદાધિકારીઓને ચુકવશો.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો