Junagadh : ઓસા ગામમાં 2 યુવકો તણાવાનો મામલો, NDRF અને ગ્રામજનો કરી રહ્યા છે શોધખોળ, જુઓ Video

Junagadh : ઓસા ગામમાં 2 યુવકો તણાવાનો મામલો, NDRF અને ગ્રામજનો કરી રહ્યા છે શોધખોળ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 7:17 PM

Junagadh: ઘેડના ઓસા ગામમાં પાણીમાં તણાયેલા યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે. ગઈકાલે 1 યુવકનું રેસક્યું કરાયું હતું. જોકે અન્ય એક ગૂમ થયેલા યુવકની NDRF અને ગ્રામજનો શોધખોળ કરી રહ્યા છે.

Junagadh: ઘેડના ઓસા ગામમાં 2 યુવકો તણાયા હોવાને લઈ હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. બેમાંથી એક યુવકનું ગઈકાલે રેસ્ક્યૂ કરાયું હતું. ગૂમ થયેલા વધુ એક યુવકની NDRF અને ગ્રામજનો શોધખોળ કરી રહ્યા છે. 15 કલાક પહેલા યુવક પાણીના વહેણમાં તણાયો હતો. જેની હાલ સુધી કોઈ ભાળ મળી નથી. દોઢ દિવસથી વરસાદે વિરામ લીધો છતાં ભોજત નદીનું વહેણ યથાવત રહેવા પામ્યું છે.

આ પણ વાંચો  : રેલવે પોલીસની ઉમદા કામગીરી, રોકડ અને 3 લાખની કિંમતની સોનાની બંગડીઓ મહિલા યાત્રીને પરત સોંપી

બીજી તરફ ભારે વરસાદને કારણે જૂનાગઢના ઓસા ગામમાં વરસાદી પાણી ભરાયા છે. ઓસા ગામમાં જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા હોવાને લઈ લોકો મુશ્કેલીમાં મુકાય હતા. ગામમાં જવા ટ્રેક્ટર કે જેસીબીનો ઉપયોગ કરવો પડે છે. ઓસા સહિત આસપાસના ગામમાં ખેતીના પાકને મોટું નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું હતું. દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">