Operation Amanat : રેલવે પોલીસની ઉમદા કામગીરી, રોકડ અને 3 લાખની કિંમતની સોનાની બંગડીઓ મહિલા યાત્રીને પરત સોંપી

રેલવે પ્રોટેક્શન ફોર્સે (RPF) યાત્રીઓના સામાનની સલામતી સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ દિશામાં RPFએ યાત્રીઓને ખોવાયેલો સામાન સરળતાથી પરત કરવા માટે એક અનોખી પહેલ કરી છે.

Operation Amanat : રેલવે પોલીસની ઉમદા કામગીરી, રોકડ અને 3 લાખની કિંમતની સોનાની બંગડીઓ મહિલા યાત્રીને પરત સોંપી
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 02, 2023 | 5:55 PM

Railway Protection Force: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ પર ડિવિઝનલ રેલવે મેનેજર તરૂણ જૈનના નિર્દેશન હેઠળ ચલાવવામાં આવી રહેલા ઓપરેશન અમાનત હેઠળ રેલવે સુરક્ષા દળ તેના યાત્રીઓની સલામતી અને સગવડતા વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. રેલવે પ્રોટેક્શન ફોર્સે (RPF) યાત્રીઓના સામાનની સલામતી સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ દિશામાં RPFએ યાત્રીઓને ખોવાયેલો સામાન સરળતાથી પરત કરવા માટે એક અનોખી પહેલ કરી છે. કેટલાક યાત્રીઓ ટ્રેનમાં ચઢવાની અથવા સ્ટેશનથી જલદી જવાની ઉતાવળમાં તેમનો સામાન લેવાનું ભૂલી જાય છે. ઓપરેશન અમાનત હેઠળ, RPF સ્ટાફ આવા સામાનને સુરક્ષિત રાખે છે અને તેના ખરા માલિકને પરત કરવામાં મદદરૂપ થાય છે.

27 જૂનના રોજ 9 કલાકે પેસેન્જર ટ્રેન નંબર 12981 જયપુર અસારવા એક્સપ્રેસના કોચ A/1 ની સીટ નંબર 17 પર કોચ એટેન્ડન્ટને એક લેડિસ પર્સ ખુલ્લી સ્થિતિમાં મળેલ. કોચ એટેન્ડન્ટે જેની માહિતી ઓન ડ્યુટી હેડ કોન્સ્ટેબલ (RPF) રઘુવીર સિંહને આપી હતી. હેડ કોન્સ્ટેબલ દ્વારા પર્સ વિશે એએસઆઈ (ASI) પર્વત સિંઘને જણાવ્યા બાદ લેડીઝ પર્સની સ્ટેશન માસ્ટર અસારવા સમક્ષ તપાસ કરતાં રૂ.150,000 રોકડા અને સોનાની બંગડી મળી આવી હતી.

અસારવા સ્ટેશન પર આસપાસના યાત્રીઓને પૂછપરછ કરવા છતાં કોઈએ તે લેડીઝ પર્સ પોતાનું હોવાનું જણાવ્યું ન હતું. થોડા સમય પછી 9:45 કલાકે એક મહિલા યાત્રી સ્ટેશન પર આવ્યા અને તેણે જણાવ્યું હતું કે તેણે ઉક્ત ટ્રેનમાં PNR નંબર 2743260598 હેઠળ કોચ નંબર A/1માં સીટ નંબર 23,24,27 પર અજમેરથી અસારવા સુધી યાત્રા કરી છે. યાત્રા બાદ કોચમાં એક લેડિસ પર્સ રહી ગયું હતું. જેમાં રોકડ રૂ. 150000 એક સોનાનો નેકલેસ તથા સોનાની બંગડી, આધાર કાર્ડ અને અન્ય વસ્તુઓ હતી. ત્યારબાદ ASI પર્વતસિંહ દ્વારા વેરિફિકેશન કરીને અસારવા સ્ટેશન માસ્તર સમક્ષ મહિલા યાત્રીને જણાવ્યું હતું કે કોચ એટેન્ડન્ટને ખુલ્લી સ્થિતિમાં લેડિસ પર્સ મળેલ જેમાં રોકડા 150000 તથા સોનાની બંગડીઓ તથા અન્ય વસ્તુઓ મળી આવી છે, પરંતુ સોનાનો નેકલેસ અને આધારકાર્ડ મળ્યા નથી.

Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video

આ પણ વાંચો  : Asarva Chittaurgarh Train: હવે ઉદયપુર અને ચિત્તોડગઢ અવરજવર કરનારા પ્રવાસીઓને માટે રાહતના સમાચાર, આજથી શરુ થઈ નવી સુવિધા

મહિલાને લેડીઝ પર્સ સાથે રોકડ 1,50,000 અને રૂ. 3,00,000 ની કિંમતની સોનાની બંગડી મળી કુલ રૂ. 4,50,000 સહી સલામત રીતે સોંપવામાં આવ્યા. મહિલા યાત્રીએ જણાવ્યું કે સોનાનો નેકલેસ મળ્યો નથી, જે અંગે હું ફરિયાદ કરવા માંગુ છું. જે અનુસંધાને ફરિયાદ નોંધવા અંગે જાણ કરવામાં આવી હતી. વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુક્ત એ. ઈબ્રાહીમ શરીફે સંબંધિત રેલ્વેકર્મીઓ દ્વારા કરવામાં આવેલ ત્વરિત કાર્યવાહી પ્રમાણિકતા અને કાર્ય પ્રત્યે સમર્પણની ભાવનાની પ્રશંસા કરી હતી.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">