Surat : બારડોલીમાં સ્કૂલ વાન ચાલકે બાળકી સાથે કર્યા અડપલાં, પોલીસે નરાધમની કરી ધરપકડ, જુઓ Video
મહિલાઓ માટે સુરક્ષીત માનવામાં આવતા ગુજરાતમાં પણ હવે દિવસે દિવસે બાળકીઓ કે મહિલાઓની સાથે છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે બારડોલીમાં સ્કૂલ વાન ચાલકે બાળકી સાથે અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે.
મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવતા ગુજરાતમાં પણ હવે દિવસે દિવસે બાળકીઓ કે મહિલાઓની સાથે છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે બારડોલીમાં સ્કૂલ વાન ચાલકે બાળકી સાથે અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે. શાળાએ જ પરત જતી વખતે બાળકીની છેડતી કરી છે. સ્કૂલ વાન ચાલકે વિદ્યાર્થીનીને શારીરિક અડપલાં કર્યા હતા. ફરિયાદ દાખલ થતાં પોલીસે નરાધમ વાન ચાલકની ધરપકડ કરી છે. વાન ચાલકની ધરપકડ કરાઈ છે.
બોટાદમાં નોંધાઈ હતી સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ
બીજી તરફ આ અગાઉ બોટાદમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.અભ્યાસ માટે જતી સગીરાની પાછળ પડી આરોપી સગીરાને હેરાન કરતો હતો. સગીરાને ધાક–ધમકી આપી તેના સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યુ હતુ. સમગ્ર ઘટનાની જાણ સગીરાના પિતાને થતા તેમણે ફરિયાદ નોંધાવી હતી. જો કે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો.
