ગિરનાર પરિક્રમાને લઈને વહીવટી તંત્ર સાથે સાધુ સંતોએ યોજી બેઠક, વિધર્મીને પ્રવેશ ન આપવા કરાઈ માગ- વીડિયો
ગિરનાર પરિક્રમાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વહીવટીતંત્ર સાથે સાધુ સંતોની બેઠક યોજાઈ હતી. સાધુ સંતો આ પરિક્રમામાં કોઈ વિધર્મીને પ્રવેશ ન આપવા માગ કરી છે અને જો પ્રવેશ અપાશે તો તંત્ર સામે કાળા વાવટા ફરકાવવાની ચીમકી ઉચ્ચારી છે.
ભજન, ભોજન અને ભક્તિના સમન્વય સમાન ગિરનારની પરિક્રમાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પરિક્રમાની તૈયારીઓના ભાગરૂપે સાધુ સંતોની વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમા સાધુસંતોએ પરિક્રમામાં કોઈ વિધર્મીને પ્રવેશ ન આપવા અંગે વહીવટીતંત્ર સમક્ષ માગ કરી છે. તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો અમારી માગણી પૂર્ણ નહીં થાય તો તંત્ર સામે કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવશે. વિધર્મીની પ્રવેશબંધીને લઈને સાધુ સંતોએ આ ચીમકી આપી છે.
વહીવટીતંત્ર સાથેની આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. જેમા ગિરનાર મેળામાં કોઈ વિધર્મી દુકાન ન લગાવે કે તેને પ્રવેશ આપવામાં ન આવે તેવી સાધુ સંતોએ માગ કરી છે. આપને જણાવી દઈએ કે ગિરનારની પરિક્રમાનો કારતક સુદ અગિયારશથી પ્રારંભ થશે. જેમાં સમગ્ર રૂટ પર વીજળી, પાણી, ભોજન સહિતની તમામ સુવિધાઓ પરિક્રમાવાસીઓને મળી રહે છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
આ પણ વાંચો: ગીર સોમનાથમાં ફરી યુરિયા ખાતરની સર્જાઈ અછત, વેરાવળ, તાલાળા, કોડિનારના ખેડૂતો પરેશાન- વીડિયો
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો