જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સામે આવેલા ખલાસીઓના વિવાદનો આવ્યો અંત, દિલીપદાસજીના એક નિવેદનથી ફેલાઈ હતી નારાજગી- Video

|

Jun 24, 2024 | 5:01 PM

અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળવાની છે એ પહેલા દિલીપદાસજીના એક નિવેદનથી ખલાસી બંધુઓમાં નારાજગી ફેલાઈ હતી. જો કે વિવાદ વધુ વકરે એ પહેલા જ પોલીસે બેઠક યોજી વિવાદનો અંત લાવ્યો છે. મંદિરના ટ્રસ્ટીગણ અને ખલાસી સમાજની પોલીસની મધ્યસ્થીમાં બેઠક મળી હતી.

અમદાવાદમાં વર્ષોથી યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વર્ષે ભગવાનની 147મી રથયાત્રા યોજાવાની છે. એ પૂર્વે પૂરજોશમાં તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. જો કે આ રથયાત્રા પૂર્વે ખલાસીબંધુઓનો એક વિવાદ સામે આવ્યો છે. મંદિરના મહંત દિલીપદાસજીના નિવેદન બાદ ખલાસીઓમાં નારાજગી ફેલાઈ હતી. દિલીપદાસજીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમા તેઓ એવુ બોલ્યા હતા કે માત્ર ખલાસીઓ જ રથ ખેંચે એવુ નથી.આ નિવેદન બાદ ખલાસી બંધુઓમાં નારાજગી ફેલાઈ હતી.

પોલીસની મધ્યસ્થતામાં મંદિરના ટ્રસ્ટીગણ અને ખલાસીઓની મળી બેઠક

આ વિવાદ વધુ વકરે એ પહેલા જ પોલીસની મધ્યસ્થીમાં જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી ગણ અને ખલાસી બંધુઓની બેઠક મળી હતી. આ બેઠકમાં સમગ્ર વિવાદ પર ઠંડુ પાણી રેડી દેવાયુ છે અને વિવાદનો સુખદ અંત લવાયો છે. આ બેઠક બાદ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યુ હતુ કે ખલાસીઓનો કોઈ વિવાદ પહેલા પણ ન હતો અને હાલ પણ નથી. આ ખલાસીઓ ભગવાનના સેવકો છે અને વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ ખૂબ સારી રીતે સહભાગી થશે. રથયાત્રાને લઈને કોઈ વિવાદ કે વિખવાદને સ્થાન જ નથી.

અમે 146 વર્ષથી ભગવાનના રથના ખલાસી છીએ- મફતલાલ ખલાસી

જોકે ચર્ચા એવી પણ છે કે દિલીપદાસજીના નિવેદનથી નારાજ થયેલા કેટલાક ખલાસીઓ શનિવારે રાત્રે પોલીસ સ્ટેશને પણ પહોંચ્યા હતા.આ અંગે ખલાસી આગેવાન મફતલાલ ખલાસીના જણાવ્યા મુજબ થોડો વિવાદ અને નારાજગી જેવુ હતુ, પરંતુ હાલ કોઈ નારાજગી છે નથી અને 146 વર્ષથી અમે જ ભગવાનનો રથ ખેંચતા આવ્યા છીએ અને આ વર્ષે પણ અમે જ રથ ખેંચવાના. એ અમારો હક્ક છે. અને હાલ કોઈ વિવાદ પણ નથી, એમ તેમણે સ્પષ્ટ જણાવ્યુ હતુ.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો  

Published On - 4:34 pm, Mon, 24 June 24

Next Article